Gujarat Rain: ગુજરાતમાં આજથી આગામી પાંચ દિવસ સુધી અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગાહી પ્રમાણે ગઇકાલે રાજ્યના 73 તાલુકામાં હળવોથી ભારે વરસાદ વરસ્યો હતો. બપોર પછી વાતાવરણમા પલટો આવ્યા બાદ ગુજરાતના કેટલાક ભાગોમાં મેઘ મહેર થઇ હતી. ગત 24 કલાકમાં સૌથી વધુ 3.1 ઇંચ વરસાદ અરવલ્લી જિલ્લાના મોડાસામાં નોંધાયો હતો.
ગત 24 કલાકમાં ક્યાં સૌથી વધુ વરસાદ વરસ્યો
ગત 24 કલાકમાં રાજ્યમાં મોડસામાં 3.1 ઇંચ, નવસારીમાં 2.4, સંખેડામાં, ગારિયાધાર અને શિનોરમાં 1.8 ઇંચ, વલોડ, સરસ્વતી, મહુવા(ભાવનગર, પાટણમાં 1.4 ઇંચ, માણસામાં 1.3, લીલીયા અને જલાલપોરમાં 1.2, પાલીતાણામાં 1.1 અને મહુધામાં 1 ઇંચ વરસાદ વરસ્યો હતો.
17 તાલુકમાં 10થી 24 મિ.મી. વરસાદ
તેમજ ઉંઝામાં 24 મિ.મી., લખતર અને ખેરાલુમાં 22 મિ.મી., દસક્રોઇ અને વિજાપુરમાં 20 મિ.મી., નડિયાદમાં 19, વડાલીમાં 15, વિજયનગરમાં 14 મિ.મી., વિસાવદર, ખંભાત, ગઢડા અને ગરબાડામાં 13 મિ.મી., અમદાવાદ શહેરમાં 12 મિ.મી., રાણાવાવમાં 11, સોનગઢ, વિસનગર અને વડગામમાં 10 મિ.મી. વરસાદ નોંધાયો હતો.