LIVE BLOG

Gujarat News Live:  બપોરે 2થી 4 વાગ્યા સુધીમાં 93 તાલુકામાં વરસાદ, સૌથી વધુ ચીખલીમાં 3.7 ઇંચ ખાબક્યો

ગુજરાતમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકાર દ્વારા લેવામાં આવતા મહત્વના નિર્ણયો અને મહત્વના સમાચારોથી અવગત રહેવા માટે રિફ્રેશ કરતા રહો...

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Wed 20 Aug 2025 06:49 AM (IST)Updated: Wed 20 Aug 2025 04:53 PM (IST)
gujarat-latest-and-breaking-news-live-today-20-august-2025-weather-updates-top-headlines-and-taaja-samachar-in-gujarati-588439

Gujarat News Today Live:  આજે બપોરે 2થી 4 વાગ્યા સુધીમાં રાજ્યના 93 તાલુકામાં હળવોથી ભારે વરસાદ વરસ્યો છે. જેમાં ચીખલીમાં 3.7 ઇંચ, જલાલપોરમાં 3.6 ઇંચ, મહુવા(સુરત)માં 2.8 ઇંચ, નવસારીમાં 2.8 ઇંચ, વાલોડમાં 2.6 ઇંચ, ડોલવણમાં 2.2 ઇંચ, વ્યારામાં 1.8 ઇંચ, પલસાણામાં 2.1 ઇંચ, બારડોલીમાં 1.7 ઇંચ, પોરબંદરમાં 1.4 ઇંચ, ભાણવડમાં 1.3 ઇંચ, ગણદેવી 1.3 ઇંચ, સોનગઢમાં 1.3 ઇંચ, કલ્યાણપુરમાં 1.1 ઇંચ, સુરત શહેરમાં 1 ઇંચ, ગાંધીધામમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે.

20-Aug-2025, 04:53:36 PMબપોરે 2થી 4 વાગ્યા સુધીમાં 93 તાલુકામાં વરસાદ

આજે બપોરે 2થી 4 વાગ્યા સુધીમાં રાજ્યના 93 તાલુકામાં હળવોથી ભારે વરસાદ વરસ્યો છે. જેમાં ચીખલીમાં 3.7 ઇંચ, જલાલપોરમાં 3.6 ઇંચ, મહુવા(સુરત)માં 2.8 ઇંચ, નવસારીમાં 2.8 ઇંચ, વાલોડમાં 2.6 ઇંચ, ડોલવણમાં 2.2 ઇંચ, વ્યારામાં 1.8 ઇંચ, પલસાણામાં 2.1 ઇંચ, બારડોલીમાં 1.7 ઇંચ, પોરબંદરમાં 1.4 ઇંચ, ભાણવડમાં 1.3 ઇંચ, ગણદેવી 1.3 ઇંચ, સોનગઢમાં 1.3 ઇંચ, કલ્યાણપુરમાં 1.1 ઇંચ, સુરત શહેરમાં 1 ઇંચ, ગાંધીધામમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે.

20-Aug-2025, 03:38:47 PMરાણાવાવમાં બે કલાકમાં ધોધમાર 5.5 ઇંચ વરસાદ ખાબક્યો

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. બપોરે 12થી 2 વાગ્યા સુધીમાં રાજ્યના 99 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં પોરબંદરના રાણાવાવમાં સૌથી વધુ 5.47 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ગણદેવીમાં 5.28 ઇંચ, પોરબંદરમાં 3.74 ઇંચ, કુતિયાણામાં 1.57 ઇંચ, કાલાવડમાં 4.72 ઇંચ, માણાવદરમાં 3.03 ઇંચ, ડોલવણમાં 3 ઇંચ વરસાદ વરસ્યો છે. ચીખલીમાં 2.48 ઇંચ, ખેરગામમાં 2.36 ઇંચ, ઉમરગામમાં 2.13 ઇંચ, નવસારીમાં 1.97 ઇંચ,પારડીમાં 1.93 ઇંચ, કુતિયાણામાં 1.57 ઇંચ, વાપીમાં 1.50 ઇંચ,ગારીયાધાર અને વાંસદામાં 1.38 ઇંચ વરસાદ નોંધાયો છે.

20-Aug-2025, 01:02:20 PMકેશોદમાં બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ ખાબક્યો

રાજ્યમાં આજે સવારથી વિવિધ ભાગોમાં મેઘ મહેર જોવા મળી રહી છે. ખાસ કરીને જૂનાગઢ જિલ્લા સહિત સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. આજે સવારે 10થી બપોરના 12 વાગ્યા સુધીના બે કલાકના સમયગાળા દરમિયાન રાજ્યના 87 તાલુકામાં હળવોથી ભારે વરસાદ વરસ્યો છે. જેમાં કેશોદમાં 4.9 ઇંચ, વંથલીમાં 4.5 ઇંચ, કુતિયાણામાં 3.9 ઇંચ, માણાવદરમાં 3.6 ઇંચ, કપરાડામાં 3 ઇંચ, ગારીયાધારમાં 2.9 ઇંચ, મેંદરડામાં 2.7 ઇંચ, પોરબંદરમાં 2.2 ઇંચ, ડેડીયાપાડામાં 2 ઇંચ, ખેરગામમાં 2 ઇંચ, વાંસદા અને ગણદેવીમાં 1.7 ઇંચ, માંગરોળમાં 1.5 ઇંચ, સાવરકુંડલામાં 1.4 ઇંચ, માંગરોળ(સુરત)માં 1.4 ઇંચ, રાજકોટમાં 1.3 ઇંચ, વાપી 1.3 ઇંચ, જેસરમાં 1.3 ઇંચ, પારડીમાં 1.3 ઇંચ, નેત્રંગમાં 1.2 ઇંચ વરસાદ નોંધાયો છે.

20-Aug-2025, 12:25:18 PMગુજરાતના 64 ડેમ હાઈ એલર્ટ અને 29 ડેમ એલર્ટ પર

ગુજરાતના સરદાર સરોવર ડેમમાં 26,0174 એમ.સી.એફ.ટી. જળસંગ્રહ, ડેમ 77.88 ટકા ભરાયો છે. રાજ્યના અન્ય 206 જળાશયોમાં 4,15,537 એમ.સી.એફ.ટી. જળસંગ્રહ, જે કુલ ક્ષમતાના 74.48 ટકા છે. 64 ડેમને હાઈ એલર્ટ, 29 ડેમને એલર્ટ અને 21 ડેમને વોર્નિંગ આપવામાં આવી છે. રાજ્યમાં મોસમનો સરેરાશ વરસાદ 71 ટકાથી વધુ નોંધાયો છે. કચ્છ ઝોનમાં 75 ટકા, દક્ષિણ ગુજરાતમાં 73 ટકાથી વધુ, ઉત્તર ગુજરાતમાં 72 ટકાથી વધુ વરસાદ થયો છે. મધ્ય-પૂર્વ ગુજરાતમાં 69.92 ટકા અને સૌરાષ્ટ્રમાં 69.06 ટકા વરસાદ નોંધાયો છે.

20-Aug-2025, 07:34:00 AMઆગામી ત્રણ કલાકનું એલર્ટ: આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 3 કલાક માટે ભારે વરસાદની આગાહી કરી છે. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં ભારે વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં મધ્યમ વરસાદની શક્યતા છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ અને નર્મદા જિલ્લામાં હળવો વરસાદ થઈ શકે છે.

20-Aug-2025, 06:49:54 AMસુત્રાપાડામાં બે કલાકમાં બે ઇંચ વરસાદ

રાજ્યમાં વહેલી સવારથી મેઘો મન મૂકીને વરસી રહ્યો છે. વહેલી સવારે ચાર વાગ્યાથી 6 વાગ્યા સુધીમાં બે કલાકના સમયગાળા દરમિયાન 56 તાલુકામાં હળવોથી ભારે વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ 2 3 ઇંચ વરસાદ સુત્રાપાડામાં નોંધાયો છે. આ ઉપરાંત કલ્યાણપુરમાં 2. 2 ઇંચ, જાફરાબાદમાં 1.9 ઇંચ, કોડીનારમાં 1.9 ઇંચ, વેરાવળમાં 1.7 અને રાજુલામાં 1.3 ઇંચ વરસાદ નોંધાયો છે.