Gujarat News Today Live: આજે સવારથી રાજ્યમાં હળવોથી ભારે વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા ભાગોમાં ધોધમાર મેઘો વરસ્યો છે. આજે બપોરે 2થી 4 વાગ્યા સુધીમાં રાજ્યના 27 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ દ્વારકામાં 4.7 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત માંડવી(કચ્છ)માં 1.6 ઇંચ, જામ જોધપુરમાં 1.4 ઇંચ, નખત્રાણામાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે કલ્યાણપુરમાં 22 મિ.મી., ખાંભામાં 21 મિ.મી., ભાણવડમાં 16 મિ.મી., ઉમરગામમાં 15 મિ.મી. વરસાદ નોંધાયો છે.

આજે સવારથી રાજ્યમાં હળવોથી ભારે વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા ભાગોમાં ધોધમાર મેઘો વરસ્યો છે. આજે બપોરે 2થી 4 વાગ્યા સુધીમાં રાજ્યના 27 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ દ્વારકામાં 4.7 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત માંડવી(કચ્છ)માં 1.6 ઇંચ, જામ જોધપુરમાં 1.4 ઇંચ, નખત્રાણામાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે કલ્યાણપુરમાં 22 મિ.મી., ખાંભામાં 21 મિ.મી., ભાણવડમાં 16 મિ.મી., ઉમરગામમાં 15 મિ.મી. વરસાદ નોંધાયો છે.
આજે બપોરે 12થી 2 વાગ્યા સુધીના બે કલાકના સમયગાળા દરમિયાન 16 તાલુકામાં હળવોથી ભારે વરસાદ થયો છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં સૌથી વધુ 2.7 ઇંચ વરસાદ નોંધાયો છે. ઉમરગામમાં 1.7 ઇંચ વરસાદ નોંધાયો છે. સાંતલપુરમાં 12 મિ.મી., ખંભાળિયામાં 9 મિ.મી., પોરબંદરમાં 8 મિ.મી., વાપીમાં 6 મિ.મી., નખત્રાણામાં પણ 6 મિ.મી., કપરાડામાં 4 મિ.મી. વરસાદ નોંધાયો છે.
ગાંધીનગરમાં રેલી પહેલાં જ ભૂતપૂર્વ સૈનિકોની અટકાયત કરવામાં આવી છે. સત્યાગ્રહ છાવણીથી સચિવાલય સુધી રેલીનું આયોજન હતું. સરકારી ભરતીમાં 10 ટકા અનામતની જગ્યાઓ ભરવાની માંગણી કરી હતી. 40 ટકા કટઓફ માર્કસ રદ કરવાની પણ માંગણી હતી. ધરણા કરી રહેલા નેતાઓ અને ભૂતપૂર્વ સૈનિકોની અટકાયત કરાઈ છે.
આજે સવારે 10 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીના બે કલાક દરમિયાન રાજ્યના 14 તાલુકામાં હળવો વરસાદ વરસ્યો છે. જેમાં કલ્યાણપુર તાલુકામાં સૌથી વધુ 19 મિ.મી. વરસાદ નોંધાયો છે, આ ઉપરાંત વાપીમાં 12 મિ.મી., પાલનપુરમાં 7 મિ.મી., ખંભાળિયામાં 6 મિ.મી.,જોડિયામાં 5 મિ.મી., કપડવંજમાં 5 મિ.મી., લખપતમાં 4 મિ.મી. અને રાણાવાવમાં પણ 4 મિ.મી. વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં આજે સવારથી મેઘ મહેર જોવા મળી રહી છે. હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી મુજબ જૂનાગઢ અને ગીર સોમનાથ સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં હળવોથી ભારે વરસાદ વરસ્યો છે. આજે સવારે છ થી આઠ વાગ્યા સુધીના બે કલાકના સમયગાળામાં રાજ્યના 19 તાલુકામાં વરસાદ પડ્યો છે જેમાં સૌથી વધુ માંગરોળ (જૂનાગઢ)માં 2.6 ઇંચ, માળિયા હાટીનામાં 1.3 ઇંચ વરસાદ નોંધાયો છે. કલ્યાણપુરમાં 17 મિ.મી., દ્વારકામાં 10 મિ.મી., તાલાલામાં 10 મિ.મી. વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગ દ્વારા આજે સવારે સાત વાગ્યે જારી કરવામાં આવેલા મોનસુન વેધર નોટિફિકેશન અનુસાર આગામી ત્રણ કલાકમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે. કચ્છ, જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ, ગાંધીનગર, મોરબીમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.
હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહી અનુરૂપ ગઈકાલે રાત્રે અમદાવાદ સહિત રાજ્યના વિવિધ ભાગોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. મોડી રાત્રે 2થી 4 વાગ્યા સુધીના બે કલાકમાં 17 તાલુકામાં હળવોથી ભારે વરસાદ નોંધાયો હતો. જેમાં ગીર ગઢડામાં 4.13 ઇંચ, કોડીનારમાં 1.85 ઇંચ, જામનગરમાં 1.61 ઇંચ, વેરાવળમાં 18 મિ.મી. સુત્રાપાડા અને ઉનામાં 16 મિ.મી. માંગરોળ(જુનાગઢ) 16 મિ.મી. વરસાદ નોંધાયો છે.