Covid-19 Cases in Gujarat Update: ગુજરાતમાં કોરોનાના કેસ એક જ દિવસમાં બમણાં થયા છે. અત્યાર સુધીમાં એક્ટિવ કેસનો આ આંકડો 13 ઉપર પહોંચ્યો છે. અમદાવાદમાં કોરોનાના એક્ટિવ કેસ 11 થયા છે જ્યારે અમદાવાદ ગ્રામ્ય અને રાજકોટ શહેરમાં એક-એક નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે.
મહત્ત્વનું છે કે, કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટના મોટા ભાગના કેસ છે. જે માઈલ્ડ પ્રકારનો કોરોના હોવાથી મોટા ભાગના દર્દીઓ હોમ આઈસોલેટમાં રહીને સાજા થાય છે. વિદેશમાં કોરોનાના કેસ વધ્યા છે ત્યારે ગુજરાતમાં પણ કોરોનાની રિ-એન્ટ્રી થઈ છે.
મળતી માહિતી મુજબ, અમદાવાદમાં બે વર્ષની બાળકી સહિત કુલ 11 કોવિડ પોઝિટિવ કેસ છે. જેમાં નવરંગપુરા, ગોતા, બોપલ, નિકોલ, વટવા, નારોલ, દાણીલીમડા, બહેરામપુરા સહિતના વિવિધ વોર્ડમાં કોવિડ પોઝિટિવ દર્દીઓ સામે આવ્યા છે.