Gujarat Board HSC Exam Time Table 2025 (ધોરણ 12 પરીક્ષાનો કાર્યક્રમ): ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ-10 (SSC), સંસ્કૃત પ્રથમા અને ધોરણ-12 (HSC) વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત માધ્યમના ઉમેદવારોની ફેબ્રુઆરી-માર્ચ-2025માં લેવાનાર મુખ્ય પરીક્ષાની તારીખની જાહેરાત કરી દેવામાં આવી છે. આ પરીક્ષાઓ તા.27/02/2025 થી તા.13/03/2025 દરમિયાન લેવામાં આવશે.
આ આર્ટિકલમાં જાણો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ-12 (HSC) વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહની પરીક્ષાનો સંપૂર્ણ કાર્યક્રમ અને પરીક્ષાર્થીઓ માટે અગત્યની સૂચનાઓ.
ધોરણ-12 (HSC) વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહની પરીક્ષાનો સંપૂર્ણ કાર્યક્રમ


પરીક્ષાર્થીઓ માટે અગત્યની સૂચનાઓ
- તમામ વિષયોની પરીક્ષા બે ભાગમાં લેવામાં આવશે.
- પ્રથમ ભાગમાં પ્રશ્નપત્રનો PART-A કે જેમાં બહુવિકલ્પ પ્રકારના (OMR પદ્ધતિથી) 50 પ્રશ્નો હશે અને તેમાં કુલ ગુણ 50 તથા તેનો સમયગાળો 60 મિનિટનો રહેશે.
- બીજા ભાગમાં પ્રશ્નપત્રનો PART-B રહેશે. જેમાં વર્ણનાત્મક પ્રકારના પ્રશ્નો રહેશે. દરેક પ્રશ્નપત્રમાં 3-00 થી 3-15નો સમય OMR પત્રની વિગતો ભરવા તથા પ્રશ્નપત્રનો PART-A તથા PART-Bના વાંચન માટે આપવામાં આવશે. જયારે 3-15 થી 4-15 OMRમાં PART-Aના જવાબો લખવા માટે આપવામાં આવશે.
- 4-15 થી 4-30 દરમિયાન PART-Aની OMR એકત્રિત કરવા તથા PART-B માટે ઉત્તરવહી તથા બારકોડ સ્ટીકરનું વિતરણ કરવાનું રહેશે.
- 4-30 થી 6-30નો સમય PART-B ઉત્તરવહીમાં જવાબો લખવા માટે આપવામાં આવશે. 6-30 કલાકે પરીક્ષા પૂર્ણ થશે.
- કમ્પ્યૂટર અધ્યયન સૈદ્ધાંતિક (331)ની પરીક્ષા ફક્ત OMR ઉત્તરપત્રિકાથી લેવામાં આવશે. જેમાં બહુવિકલ્પ પ્રકારના 100 પ્રશ્નો અને કુલ ગુણ 100 હશે. સમય 120 મિનિટનો રહેશે.
- OMR ઉત્તરપત્રિકામાં યોગ્ય ખરા વર્તુળને પૂર્ણ કરવા ફક્ત કાળી/ભૂરી બોલપેનનો ઉપયોગ કરવાનો રહેશે.
- વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારોની રસાયણ વિજ્ઞાન (053), ભૌતિક વિજ્ઞાન (055) અને જીવ વિજ્ઞાન (057) વિષયોની પ્રાયોગિક પરીક્ષા બોર્ડ દ્વારા તા. 06-02-2025થી યોજવામાં આવશે.
- કમ્પ્યૂટર અધ્યયન (પ્રાયોગિક) (332) વિષયની પ્રાયોગિક પરીક્ષા સંબંધિત શાળા દ્વારા લેવાની રહેશે અને જેના ગુણ શાળાએ બોર્ડને તા. 21-02-2025 સુધીમાં ON LINE મોકલવાના રહેશે.
- પરીક્ષાર્થીઓએ પોતે જે માધ્યમમાં ઉત્તરો લખવાના છે તે ભાષાના કોડ નંબર તેમજ લીધેલા વિષયોના કોડ નંબર તથા તે વિષયોની પરીક્ષાની તારીખ, વાર અને સમય બાબતે પોતાની શાળામાંથી સંપૂર્ણ માર્ગદર્શન મેળવી લેવું.
- પરીક્ષાર્થીએ પોતાની મુખ્ય ઉત્તરવહી ઉપર વિષયના નામની આગળ પ્રશ્નપત્રમાં દર્શાવેલ વિષય કોડ નંબર અવશ્ય લખવો, પરંતુ ઉત્તરવહીના મુખ્ય પાના ઉપર કોઈ પણ પ્રકારની ઓળખ નિશાની
કરવી નહીં. - પરીક્ષાના પ્રથમ દિવસે પરીક્ષાર્થીઓએ પરીક્ષા શરૂ થવાના 30 મિનિટ અગાઉ પરીક્ષા સ્થળે અચૂક પહોંચી જવું. બાકીના દિવસોએ પરીક્ષા શરૂ થવાના 20 મિનિટ અગાઉ હાજર રહેવું.
- પ્રશ્નપત્રને લગતું કોઈ પણ સાહિત્ય, પુસ્તક, ગાઈડ, ચાર્ટ તેમજ મોબાઇલ ફોન, ડિજિટલ ઘડિયાળ જેવા ઇલેક્ટ્રોનિક સાધનો વગેરે પરીક્ષા સ્થળ અને પરીક્ષાખંડમાં લઈ જવાની મનાઈ છે. પરંતુ સાદું કેલ્ક્યુલેટર સાથે લઈ જવાની છૂટ રહેશે. તેમ છતાં પરીક્ષાર્થી પાસે પરીક્ષા શરૂ થયા બાદ નિરીક્ષણ દરમિયાન કોઈ પણ સાહિત્ય મળશે તો તેમની સામે ગેરરીતિનો કેસ નોંધવામાં આવશે અને શિક્ષાને પાત્ર જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. પરીક્ષાખંડમાં પ્રવેશિકા સિવાય કોઈ પણ પ્રકારનું હાથે લખેલું કે છાપેલું સાહિત્ય પરીક્ષાર્થી પાસેથી મળશે તો ગેરરીતિનો કિસ્સો નોંધવા માટે તેને પૂરતાં પુરાવા માનવામાં આવશે તેની ખાસ નોંધ લેવી.
- દરેક પ્રશ્નપત્રમાં 15 મિનિટનો સમય વધુ ફાળવવામાં આવશે. જે દરમિયાન ઉમેદવારે ઉત્તરવહી ઉપરની વિગતો ભરવા માટે શરૂઆતની 05 મિનિટ અને 10 મિનિટ પ્રશ્નપત્ર વાંચવા માટે ફાળવવામાં આવશે અને ઉત્તરો લખવા માટે નિયમોનુસાર સમય 1 કલાક / 2 કલાક / 3 કલાક આપવામાં આવશે.