Flower Show Ahmedabad 2025: અમદાવાદ ફ્લાવર શોની ટિકીટ, ટાઇમ, લોકેશન જેવી તમામ માહિતી અહિં મેળવો

Flower Show Ahmedabad 2025: ફ્લાવર શોનું 1 જાન્યુઆરી 2025 ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Tue 24 Dec 2024 11:22 AM (IST)Updated: Tue 24 Dec 2024 12:53 PM (IST)
flower-show-ahmedabad-2025-dates-timings-venue-ticket-price-photos-and-how-to-reach-449562
HIGHLIGHTS
  • ફ્લાવર શોની ફી માં વધારો કરવામાં આવ્યો
  • ફ્લાવર શો 1 જાન્યુઆરીથી શરુ થશે

Flower Show Ahmedabad 2025: મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ પર ઇવેન્ટ સેન્ટર ખાતે યોજાનાર ફ્લાવર શોની ફી માં વધારો કરવામાં આવ્યો છે. 12 વર્ષથી ઉપરના પ્રત્યેક વ્યક્તિ માટે સોમવારથી શુક્રવાર દરમિયાન 70 રૂપિયા અને શનિવાર-રવિવાર દરમિયાન 100 રૂપિયા ફી ચૂકવવી પડશે. ફ્લાવર શોમાં VIP સમય પણ નક્કી કરવામાં આવ્યો છે. જેનો સમય સવારે 9 થી 10 અને રાત્રે 10 થી 11 નો રહેશે. આ સમયગાળા દરમિયાન જે લોકોને ફ્લાવર શો જોવો હવે તેના માટે પ્રત્યેક વ્યક્તિ દીઠ રૂપિયા 500 ફી ચૂકવવી પડશે.

ફ્લાવર શો 2025 માં 15 કરોડ ખર્ચ થશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે જાન્યુઆરી મહિનાના સમયગાળા દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ પર ફ્લાવર શોનું આયોજન કરવામાં આવતું હોય છે. ચાલુ વર્ષે ફ્લાવર શો 2025 નું આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષ કરતા આ વર્ષે ફ્લાવર શોમાં સ્કલપચર અને સ્ટ્રક્ચર્સની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. 2024માં 9.72 લાખ લોકોએ ફ્લાવર શો નિહાળ્યો હતો. 2025 માં ફ્લાવર શોનો ખર્ચ 15 કરોડની આસપાસ થશે.

ફ્લાવર શો 2025 એન્ટ્રી ફી

ફ્લાવર શો 2024 ની એન્ટ્રી ફી કરતા 2025 ની એન્ટ્રી ફીમાં 20 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. 2024માં એન્ટ્રી ફી રૂપિયા 50થી 70 રાખવામાં આવી હતી. જેની સામે 2025 માં 12 વર્ષથી ઉપરના લોકો માટે સોમથી શુક્ર 70 રૂપિયા અને શનિ-રવિ દરમિયાન 100 રૂપિયા એન્ટ્રી ફી રાખવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલ તરફથી બાળકો ફ્લાવર શો જોવા આવે તેમાં પ્રવેશનો કોઈ ચાર્જ લેવાશે નહીં. જ્યારે ખાનગી સ્કૂલોને પ્રતિ બાળક દીઠ 10 રૂપિયા ચાર્જ વસુલવામાં આવશે.

ફ્લાવર શો 2025 VIP એન્ટ્રી ફી

દર વર્ષે ફ્લાવર શો જોવા માટે મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડતી હોય છે અને ઘણી વખત ફ્લાવર શોમાં સાંજના સમયે પ્રવેશ થોડા સમય માટે અટકાવી દેવો પડે છે. જેથી ચાલુ વર્ષે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા VIP એન્ટ્રી રાખવામાં આવી છે. સવારે 9 થી 10 અને રાત્રે 10 થી 11 એમ બે કલાકના સમયગાળા દરમિયાન પ્રવેશ ફી રૂપિયા 500 રાખવામાં આવી છે. ફ્લાવર શોની ટિકિટ ઓનલાઈન તેમજ સિવિક સેન્ટર પરથી પણ લોકો મેળવી શકશે. સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટરની સામેના ભાગે પણ ફ્લાવર શોની ટિકિટ માટે ટિકિટ કાઉન્ટર તૈયાર કરવામાં આવશે. જ્યાંથી લોકો ફિઝિકલ ટિકિટ પણ મેળવી શકશે.