Ahmedabad News: સિલ્વર ઓક યુનિવર્સિટીની કોલેજ ઓફ ટેક્નોલોજીના IT અને CE વિભાગ દ્વારા ડિબેટ લીગ નામની રોમાંચક ડિબેટ સ્પર્ધાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ આ રસપ્રદ ડિબેટ સ્પર્ધામાં ભાગ લીધો, જેમાં તેમણે રાજકારણ, નારીવાદ, સોશ્યિલ મીડિયા અને ધનાઢ્ય લોકોએ વધુ કર ચૂકવવો જોઈએ? જેવા જટિલ વિષયોમાં પોતાની ઉત્તમ તર્કશક્તિ, જાહેર વક્તૃત્વ અને વ્યાજબી દલીલો દ્વારા પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું. આ ડિબેટ ઉગ્ર પ્રતિદલીલો અને તર્કશક્તિથી ભરપૂર રહી હતી.
સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓએ ઉપરોક્ત વિષયોમાં પોતાના અભિપ્રાય આત્મવિશ્વાસથી રજૂ કર્યા હતા અને મજબૂત દલીલો દ્વારા પોતાની વિચારશક્તિનું પ્રદર્શન કર્યું હતું. આ સ્પર્ધાએ વિદ્યાર્થીઓને તેમની ડિબેટિંગ કૌશલ્ય વિકસાવવાની અને આત્મવિશ્વાસ વધારવાની ઉત્તમ તક આપી હતી .
આ કાર્યક્રમમાં નિર્ણાયકોનું પણ અમૂલ્ય યોગદાન રહ્યું હતું જેમણે યોગ્ય વિશ્લેષણ કર્યું હતું અને ભાવિ વક્તાઓ માટે માર્ગદર્શક સાબિત થયા હતા. આ ડિબેટ સ્પર્ધાથી વિદ્યાર્થીઓ ભવિષ્યમાં આવનારી બૌદ્ધિક સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે ખૂબ જ પ્રેરિત થયા હતા.