Ahmedabad News: સિલ્વર ઓક યુનિવર્સિટીની કોલેજ ઑફ ટેક્નોલોજી દ્વારા પ્રથમ વર્ષના એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માટે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી સફળતાપૂર્વક કરવામાં આવી હતી. આ અવસરે સાયટૂન્સ, પોસ્ટર સ્પર્ધા, વિજ્ઞાન ક્વિઝ અને અન્ય રસપ્રદ રમતો જેવી વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ તેમની સર્જનાત્મકતા, જ્ઞાન અને વૈજ્ઞાનિક અભિગમ પ્રદર્શિત કર્યા હતા.
વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર પોસ્ટર પ્રસ્તુતિઓ દ્વારા નવીન વિચારો રજૂ કર્યા હતા. સાયટૂન્સ દ્વારા વૈજ્ઞાનિક અનિમેશન્સ રજૂ કર્યા હતા અને ક્વિઝ સ્પર્ધામાં તેમની વિશ્લેષણાત્મક ક્ષમતાનો પરિચય આપ્યો હતો.
આ પ્રસંગે ફેકલ્ટી સભ્યોએ વિજ્ઞાન અને ટેકનોલોજી ભવિષ્ય ઘડવામાં કેટલું મહત્વપૂર્ણ છે, તે પર પ્રકાશ પાડ્યો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ભાવિ ઇજનેરોમાં વૈજ્ઞાનિક અભિપ્રાય અને નવીનતાની ભાવના વિકસાવવાનો હતો.વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે જિજ્ઞાસા અને ઉત્સાહ વધારતી આ ઉજવણી ખૂબ જ સફળ રહી હતી.