Ahmedabad: દશાવતાર ગુજરાતી નૃત્ય નાટિકાનું ભવ્ય આયોજન, વિદ્યાર્થીઓએ રજૂ કર્યો કળાનો અનોખો રંગ!

આ કાર્યક્રમ સંગીત નાટક અકાદમી, ગુજરાતના સહયોગથી આયોજિત કરવામાં આવ્યો હતો. આ નૃત્ય નાટિકા જયદેવજીના ગીતગોવિંદ પરથી પ્રેરિત હતી.

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Fri 06 Dec 2024 03:52 PM (IST)Updated: Fri 06 Dec 2024 03:52 PM (IST)
ahmedabad-news-dasavatar-gujarati-dance-drama-staged-grandly-at-silver-oak-university-students-presented-a-unique-color-of-the-art-440297

Ahmedabad News: અમદાવાદના મીરા નૂપુર નૃત્ય વિહાર દ્વારા તાજેતરમાં ઠાકોરભાઈ દેસાઈ હોલમાં દશાવતાર નામની ગુજરાતી નૃત્ય નાટિકાનું ભવ્ય પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ સંગીત નાટક અકાદમી, ગુજરાતના સહયોગથી આયોજિત કરવામાં આવ્યો હતો. આ નૃત્ય નાટિકા જયદેવજીના ગીતગોવિંદ પરથી પ્રેરિત હતી. આ અનોખી પ્રસ્તુતિમાં આશરે 40 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ, વાઇસ પ્રેસિડેન્ટ ઓફ સંગીત નાટક અકાદમી, દિલ્હી; દિનેશભાઈ પુરુષોત્તમદાસ મહેતા, મેનેજિંગ ટ્રસ્ટી ઓફ પુરુષોત્તમ સેવા ટ્રસ્ટ; જનક ખાંડવાલા, વાઇસ પ્રેસિડેન્ટ,સિલ્વર ઓક યુનિવર્સિટી; મુકેશભાઈ પ્રજાપતિ, પ્રેસિડેન્ટ ઓફ ઓલ ઈન્ડિયા કુંભાર પ્રજાપતિ પોલિટિકલ ફેડરેશન; અને ફાલ્ગુની રાવલ, ફાઉન્ડર ,ઉદ્દયમિતા ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ મહાનુભાવોએ નૃત્ય નાટિકાના રચનાત્મક દ્રષ્ટિકોણ અને કલા પ્રત્યેના શિક્ષણ માટે પ્રશંસા વ્યક્ત કરી હતી.