30 વર્ષ જૂનો વિવાદ ભૂલી Sunny Deol યશરાજ સાથે કામ કરશે? જાણો તેમના ફિલ્મ્સ સ્ટુડિયો કેમ પહોંચ્યા

શરૂઆતમાં એવી અટકળો હતી કે સની દેઓલ આ જૂના વિવાદને ભૂલીને યશરાજ સાથે કોઈ નવી ફિલ્મ સાઈન કરવા પહોંચ્યા છે. પરંતુ આ પાછળનું અસલી કારણ કંઈક બીજું જ હતું.

By: Kajal ChauhanEdited By: Kajal Chauhan Publish Date: Tue 19 Aug 2025 10:04 AM (IST)Updated: Tue 19 Aug 2025 10:04 AM (IST)
sunny-deol-visits-yash-raj-films-studio-after-30-years-heres-why-587929

Sunny Deol Visits Yash Raj Films: અભિનેતા સની દેઓલ હાલમાં જ યશરાજ ફિલ્મ્સ સ્ટુડિયોમાં નજરે પડ્યા હતા. આ ઘટનાએ સૌનું ધ્યાન ખેંચ્યું કારણ કે સની દેઓલ 30 વર્ષના લાંબા સમયગાળા બાદ અહીં પહોંચ્યા હતા. 30 વર્ષ પહેલા 'ડર' ફિલ્મને લઈને સની દેઓલ અને યશરાજ ફિલ્મ્સ વચ્ચે મોટો વિવાદ થયો હતો. આ વિવાદ પછી સની દેઓલે ન તો પ્રોડક્શન હાઉસ સાથે કામ કર્યું હતું કે ન તો ક્યારેય તેઓ અહીં નજરે પડ્યા હતા.

સની દેઓલ યશરાજ ફિલ્મ્સ સ્ટુડિયો કેમ પહોંચ્યા

શરૂઆતમાં એવી અટકળો હતી કે સની દેઓલ આ જૂના વિવાદને ભૂલીને યશરાજ સાથે કોઈ નવી ફિલ્મ સાઈન કરવા પહોંચ્યા છે. પરંતુ આ પાછળનું અસલી કારણ કંઈક બીજું જ હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર સની દેઓલ વાસ્તવમાં પ્રખ્યાત સંગીતકાર મિથુનને મળવા યશરાજ સ્ટુડિયો પહોંચ્યા હતા. સની દેઓલે શરૂઆતમાં મિથુનને તેમના સની સુપર સાઉન્ડ સ્ટુડિયોમાં બોલાવ્યા હતા. પરંતુ મિથુન 80 ગાયકો સાથે રેકોર્ડિંગમાં વ્યસ્ત હોવાથી આવી શક્યા ન હતા. તેથી સની દેઓલે પોતે જ યશરાજ ફિલ્મ્સ પહોંચવાનું નક્કી કર્યું.

સની અને મિથુને અગાઉ 'ગદર 2' માં તેમની અદ્ભુત કેમિસ્ટ્રી બતાવી હતી અને 'બોર્ડર 2' માં મિથુનના હૃદયસ્પર્શી ગીતોએ સનીને ખૂબ પ્રભાવિત કર્યા છે. હવે સની દેઓલ તેમની આગામી ફિલ્મ 'ગબરુ' માટે પણ મિથુન પાસે સાઉન્ડટ્રેક તૈયાર કરાવવા માંગે છે. આ કારણ જ સની દેઓલ 30 વર્ષ જૂનો વિવાદ ભૂલીને યશરાજ સ્ટુડિયો પહોંચ્યા હતા.