Salaar Box Office Collection Day 4: સાઉથ સુપરસ્ટાર પ્રભાસની ફિલ્મ 'સાલાર' બોક્સ ઓફિસ પર રેકોર્ડબ્રેક કમાણી કરી રહી છે. ફિલ્મના કલેક્શનમાં દિવસે ને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. ફિલ્મના કલેક્શનને જોતા તે ટૂંક સમયમાં 500 કરોડનો આંકડો પાર કરી શકે છે. ત્યારે હવે ચોથા દિવસના આંકડા સામે આવ્યા છે.
શરૂઆતી આંકડા પ્રમાણે, ફિલ્મ સાલારએ ચોથા દિવસે 42.50 કરોડ સુધીનું કલેક્શન કર્યું છે. આ સાથે જ સાલારનું ડોમેસ્ટિક કલેક્શન 251.60 કરોડ થઈ ગયું છે. ફિલ્મે પહેલા દિવસે 90.7 કરોડ. બીજા દિવસે 56.35 કરોડ અને ત્રીજા દિવસે 62.05 કરોડનું કલેક્શન કર્યું હતું.

પ્રશાંત નીલ નિર્દેશિત ફિલ્મ સાલારએ સૌથી વધુ કમાણી તેલુગૂ ભાષામાં કરી છે. ઓપનિંગ વીકેન્ડમાં તેલુગૂમાં 136 કરોડ, જ્યારે હિંદી ભાષામાં 50 કરોડથી વધુની કમાણી કરી છે. આ ફિલ્મમાં પ્રભાસની સાથે પૃથ્વીરાજ સુકુમારન, શ્રુતિ હાસન અને જગપતિ બાબુ જેવા કલાકારો મહત્ત્વની ભૂમિકામાં છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.