Munawar Farooqui Celebration: બિગ બોસ રિયાલિટી શોની 17મી સિઝન હાલમાં જ પૂરી થઈ છે. આ સિઝનને મુનાવર ફારુકીએ પોતાના નામે કરી છે. ટ્રોફી જીત્યા પછી તે ડોંગરી પહોંચ્યો હતો, જ્યાં તેનું સ્વાગત કરવા માટે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા. ફારુકીની એન્ટ્રી થતા જ રસ્તામાં ટ્રાફિક જામ થઈ ગયો હતો.
આ મોમેન્ટને ડ્રોન કેમેરામાં રેકોર્ડ કરવામાં આવી હતી. જોકે હવે તેના કારણે મુનવ્વરની તકલીફોમાં વધારો થવાનો છે, કારણ કે મુંબઈ પોલીસે ડ્રોન ઓપરેટર વિરુદ્ધ એક્શન લીધી છે. મુંબઈ પોલીસ કમિશનર દ્વારા ડ્રોન ઓપરેટર પર કોઈ પ્રકારની પરમિશન વગર ડ્રોન ઉડાવવા અને આદેશોના ઉલ્લંઘન બદલ FIR નોંધી છે.
સાંજે 4.30 વાગ્યાની આસપાસ પીએસઆઈ તૌસીફ મુલ્લા સાથે ચાર નાલમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે કોન્સ્ટેબલ નીતિન શિંદેએ મુનાવર ફારુકીની બિગ બોસ 17ની ટ્રોફી જીતવાની ઉજવણીમાં ભારે ભીડ જોઈ અને જોયું કે ડ્રોન કેમેરાનો પરવાનગી વગર ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. તેણે તરત જ 'ડોંગરી' પોલીસ સ્ટેશનને જાણ કરી, ત્યારબાદ ડ્રોન ઓપરેટર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.