Dhruv Rathee Wife Pregnant: ફેમસ યુટ્યુબર ધ્રુવ રાઠી પિતા બનવા જઈ રહ્યા છે. સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને તેમણે આ અંગે માહિતી આપી છે. પત્ની બેબી બમ્પ સાથે તેમણે પોઝ આપ્યા હતા. આ સાથે તેમણે કેપ્શનમાં જણાવ્યું કે બેબી રાઠી સપ્ટેમ્બરમાં આ દુનિયામાં આવી રહ્યા છે.
ધ્રુવ રાઠી શિક્ષણ, સ્પેસ અને રાજકારણ સહિત અનેક વીડિયો પોસ્ટ કરતાં રહે છે. તેઓ લોકસભા ચૂંટણી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ પોસ્ટ કરીને ચર્ચાઓમાં રહ્યા હતા. તેમની યુટ્યુબ ચેનલ પર કરોડોની સંખ્યામાં ફોલોઅર્સ છે.
ધ્રુવ રાઠીની પ્રેમ કહાણી
ધ વાયરને આપેલા એક ઈન્ટવ્યુમાં ધ્રુવ રાઠીએ પોતાની પ્રેમ કહાણીનો ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે 2014માં જુલી સાથે તેમની પ્રથમ મુલાકાત થઈ હતી. ત્યારે તેમની ઉંમર 19 વર્ષની હતી. શાળાએ જતી વખતે તેઓ એકબીજાને મળતાં હતા અને આવી રીતે તેમની વાતચીત શરૂ થઈ. ત્યારબાદ લાંબા સમય બાદ તેમણે 2021માં જુલી સાથે લગ્ન કર્યા હતા.