અમદાવાદ.
Pathaan: શાહરૂખ ખાન (Shah Rukh Khan) ચાર વર્ષ પછી ફરી એકવાર સ્ક્રીન પર ધમાલ મચાવવા માટે તૈયાર છે. શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ આ ફિલ્મ ‘પઠાણ’ નું જોરદાર પ્રમોશન કરી રહ્યા છે. કિંગ ખાનના ચાહકો તેને ફિલ્મી પડદે જોવા માટે ઉત્સાહિત છે. આ ફિલ્મના શાનદાર પોસ્ટર અને ગીતોએ ચાહકોના દિલોમાં પહેલાથી જ જગ્યા બનાવી લીધી છે. આ ફિલ્મ 25 જાન્યુઆરી, 2023ના રોજ સિનેમાઘરોમાં આવશે.
હાલમાં જ શાહરૂખ ખાને સોશિયલ મીડિયા પર પોતાની ફિલ્મના પ્રમોશન માટે ટ્વિટર પર #AskSRK સેશન હોસ્ટ કર્યો હતો. જેમાં એક ચાહકે શાહરૂખ ખાનને ટ્વિટર પર પૂછ્યું, 'શું તે ફિલ્મ રિલીઝના દિવસે તેલુગુ થિયેટરમાં જશો? આ સવાલ પર શાહરૂખે એક શરત મૂકી દીધી હતી અને રિપ્લાય આપ્યો હતો કે "હા, જો રામ ચરણ મને લઇ જશે તો હું ચોક્કસ જઈશ."
શાહરૂખ ખાનનો ક્રેઝ વિશ્વભરમાં છે. માત્ર હિન્દી હાર્ટલેન્ડમાં જ નહીં, પરંતુ દક્ષિણના રાજ્યોમાં પણ ચાહકો 'પઠાણ'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ચાહકો આશા રાખી રહ્યા છે કે શાહરૂખ ખાન તેલુગુ સ્ટેટમાં પોતાની ફિલ્મનું પ્રમોશન કરતો જોવા મળે.
સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 25 જાન્યુઆરીએ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે. સ્ટાર કાસ્ટની વાત કરીએ તો ફિલ્મમાં શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ ઉપરાંત ડિમ્પલ કાપડિયા અને આશુતોષ રાણા પણ મહત્વની ભૂમિકામાં છે. શાહરૂખ ખાન અને જોન અબ્રાહમ વચ્ચેની ફિલ્મમાં દર્શકોને જબરદસ્ત એક્શન જોવા મળશે. પઠાણ હિન્દી ઉપરાંત તમિલ અને તેલુગુમાં પણ રિલીઝ થશે. ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.