અમદાવાદ.
Pathaan Advance Booking Begins: શાહરૂખ ખાન (Shah Rukh Khan) ચાર વર્ષ પછી ફરી એકવાર સ્ક્રીન પર ધમાલ મચાવવા માટે તૈયાર છે. કિંગ ખાનના ચાહકો તેને ફિલ્મી પડદે જોવા માટે ઉત્સાહિત છે. શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ પણ આ ફિલ્મ 'પઠાણ' નું જોરદાર પ્રમોશન કરી રહ્યા છે. આ ફિલ્મના શાનદાર પોસ્ટર અને ગીતોએ ચાહકોના દિલોમાં પહેલાથી જ જગ્યા બનાવી લીધી છે.
હવે સમાચાર મળી રહ્યા છે કે, ફિલ્મ 'પઠાણ' નું એડવાન્સ બુકિંગ (Pathaan Advance Booking) શરૂ થઇ ગયું છે. ઘણા સમયથી ફેન્સ ફિલ્મની એડવાન્સ બુકિંગની રાહ જોઇ રહ્યા હતા. હને યશરાઝ બેનર હેઠળ બનેલી આ ફિલ્મની એડવાન્સ બુકિંગ શરૂ થઇ ગઇ છે. પહેલા એડવાન્સ બુકિંગ 20 જાન્યુઆરીથી શરૂ થવાની હતી, પરંતુ તે આજથી શરૂ થઇ ગઈ છે. પ્રારંભિક આંકડાઓ મુજબ, ફિલ્મે અત્યાર સુધીમાં એડવાન્સ બુકિંગમાં 3.68 કરોડ રૂપિયાનું કલેક્શન કરી લીધું છે.

યશરાજ બેનર હેઠળ બનેલી ફિલ્મ 'પઠાણ' એક સ્પાય યુનિવર્સ ફિલ્મ છે. આ ફિલ્મ 'એક થા ટાઈગર', 'ટાઈગર જિંદા હૈ' અને 'વોર' પછી ચોથી સ્પાય યુનિવર્સ ફિલ્મ હશે. એડવાન્સ બુકિંગના આંકડા જોતા લાગી રહ્યું છે કે ફિલ્મ સારી કમાણી કરી શકે છે. બોયકોટ ટ્રેન્ડ હોવા છતાં ફિલ્મ 'પઠાણ' ના એડવાન્સ બુકિંગના આંકડા સારા છે.
સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 25 જાન્યુઆરીએ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે. સ્ટાર કાસ્ટની વાત કરીએ તો ફિલ્મમાં શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ ઉપરાંત ડિમ્પલ કાપડિયા અને આશુતોષ રાણા પણ મહત્વની ભૂમિકામાં છે. શાહરૂખ ખાન અને જોન અબ્રાહમ વચ્ચેની ફિલ્મમાં દર્શકોને જબરદસ્ત એક્શન જોવા મળશે. પઠાણ હિન્દી ઉપરાંત તમિલ અને તેલુગુમાં પણ રિલીઝ થશે. ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.