Salman Khan હોસ્ટેડ શો 'Bigg Boss 19' ના કન્ફર્મ સ્પર્ધકોની યાદી જાહેર, જાણો આ વખતે કોણ કરશે એન્ટ્રી

બિગ બોસના 19મા સીઝનની કન્ફર્મ લિસ્ટ આખરે જાહેર થઈ ગઈ છે. કુલ 18 નામો કન્ફર્મ કરવામાં આવ્યા છે જે આ વખતે શોનો ભાગ બનશે. જુઓ લિસ્ટ...

By: Kajal ChauhanEdited By: Kajal Chauhan Publish Date: Fri 22 Aug 2025 12:58 PM (IST)Updated: Fri 22 Aug 2025 12:58 PM (IST)
bigg-boss-19-salman-khan-show-year-2025-contestant-confirmed-list-out-589839

Bigg Boss 19 Confirmed Contestant: સલમાન ખાનના લોકપ્રિય શો બિગ બોસ 19ને લઈને ચાહકોની ઉત્તેજના વધી રહી છે. લોકોના મનમાં એક જ સવાલ હતો કે શોમાં કયા કયા સ્પર્ધકો જોવા મળશે. ઘણા મોટા નામોની ચર્ચા હતી, પરંતુ હવે સલમાન ખાનના શોના કન્ફર્મ સ્પર્ધકોના નામ સામે આવી ગયા છે. બિગ બોસના 19મા સીઝનની કન્ફર્મ લિસ્ટ આખરે જાહેર થઈ ગઈ છે. ચાહકોનો લાંબા સમયથી ચાલતો ઇન્તેઝાર હવે પૂરો થઈ ગયો છે. કુલ 18 નામો કન્ફર્મ કરવામાં આવ્યા છે જે આ વખતે શોનો ભાગ બનશે. આ શોમાં જોવા મળનાર કલાકારોના નામ આ પ્રમાણે છે.

  • અશ્નૂર ગૌર
  • નેહલ ચુડાસમા
  • નગ્મા મિરજેકર
  • તાનિયા મિત્તલ
  • નટાઈલા
  • નીલમ ગિરી
  • ઝીશાન કાદરી
  • ગૌહર ખન્ના
  • બસીર અલી
  • અભિષેક બજાજ
  • અમાલ મલિક
  • મૃદુલ તિવારી
  • આવેઝ દરબાર
  • શહબાઝ બાદેશા
  • પ્રણિત મોરે
  • ડીનો જેમ્સ
  • કુનીચકા સદાનંદ
  • અતુલ કિશન

આ બોક્સરની પણ થઈ શકે છે એન્ટ્રી

આ 18 કન્ફર્મ સ્પર્ધકો ઉપરાંત એક સમાચાર એ પણ છે કે સલમાન ખાનના લોકપ્રિય શોમાં પ્રખ્યાત બોક્સર માઇક ટાયસનની પણ એન્ટ્રી થઈ શકે છે. તેમનું નામ કેટલીક મીડિયા રિપોર્ટ્સમાં સામે આવ્યું છે. જોકે, અભિનેતાએ શો દ્વારા આપવામાં આવેલા પ્રસ્તાવ પર હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી. જો આવું થાય છે, તો ખરેખર ચાહકો ખુશ થઈ જશે અને શોના બાકીના સ્પર્ધકોની હાલત ખરાબ થઈ જશે.

ક્યારે શરૂ થશે બિગ બોસ 19?

સલમાન ખાનનો આ લોકપ્રિય શો તેની 19મી સીઝન સાથે આવવા માટે તૈયાર છે. આ વખતે એવી રિપોર્ટ્સ છે કે સલમાન ખાનનો આ શો 3 નહીં, પરંતુ 5 મહિના સુધી પ્રસારિત થશે. તમે આ શોને કલર્સ ચેનલ પર રાત્રે 10:30 વાગ્યે જોઈ શકો છો.