શિવસેના

શિવસેનાનો મુખ્ય પ્રભાવ ક્ષેત્ર મહારાષ્ટ્ર છે, જ્યાં ભાજપના સહયોગથી તેમણે અનેક વખત સરકાર બનાવી હતી. જેની સ્થાપના 19 જૂન 1966નાં રોજ બાલા સાહેબ ઠાકરેએ કરી હતી, જે મુખ્યરુપે એક રાજકીય કાર્ટૂનિસ્ટ હતા. આ પક્ષ બાલા સાહેબના નેતૃત્વમાં મુંબઈમાં ચાલેલા એક આંદોલનની ઉપજ છે, જે તેમણે મરાઠી લોકોને બિન-મરાઠીઓને મહત્વ આપવા માટે ચલાવ્યું હતું. જો કે તેમની છબી એક કટ્ટર હિન્દુ રાષ્ટ્રવાદી પક્ષની છે. 1989થી જ શિવસેના અને ભાજપમાં રાજનીતિક અને ચૂંટણી સહયોગ થતો આવ્યો છે. જો કે બંને પાર્ટીઓએ 2014ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી અલગ-અલગ લડી, પરંતુ ચૂંટણી બાદ સરકાર બનાવવા માટે બંને સાથે થઈ ગયા. જે બાદ શિવસેનાને પોતાના સૌથી મોટા રાજનીતિક સંકટનો સામનો કરવો પડ્યો. જેના કારણે પક્ષમાં ફાંટા પડ્યા. એકનાથ શિંદેના નેતૃત્વવાળા ગ્રૂપને શિવસેનાને રુપમાં માન્યતા મળી છે. જેના અધ્યક્ષ એકનાથ શિંદે છે જે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીનું પદ પણ સંભાળી રહ્યાં છે.

પરિણામ

  • પાર્ટી
    પરિણામ
    મત %
  • ભાજપ
    26
    100
  • અન્ય
    0
    0
  • મહિલા મતદાર21,697,273
  • પુરુષ મતદાર23,454,110
  • કુલ મતદારો45,151,383