રાષ્ટ્રીય જનતા દળ
લાલુ પ્રસાદ યાદવની આગેવાની હેઠળનો રાષ્ટ્રીય જનતા દળ આરજેડી દેશની મુખ્ય પ્રાદેશિક પાર્ટીઓમાંની એક છે. 5 જુલાઈ 1997ના રોજ સ્થપાયેલી આ પાર્ટીએ બિહારમાં ત્રણ વખત સરકાર બનાવી છે. આરજેડી 2008માં રાષ્ટ્રીય પાર્ટી બની, પરંતુ 2010માં આ દરજ્જો ગુમાવી દીધો. હાલમાં આરજેડી પાસે લોકસભામાં એક પણ સાંસદ નથી જ્યારે રાજ્યસભામાં તેની પાસે 6 સાંસદ છે. હાલમાં બિહાર વિધાનસભામાં પાર્ટીના 75 ધારાસભ્યો છે. લાલુ યાદવ બિહારના મુખ્યમંત્રી અને કેન્દ્રમાં રેલવે મંત્રી પણ રહી ચુક્યા છે. તેમની પત્ની રાબડી દેવી પણ ત્રણ વખત બિહારના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. હાલમાં તેમના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવ, નાનો પુત્ર તેજસ્વી યાદવ અને પુત્રી મીસા ભારતી પણ રાજકારણમાં સક્રિય છે.
પરિણામ
- પાર્ટીપરિણામમત %
ભાજપ
26100અન્ય
00
- મહિલા મતદાર21,697,273
- પુરુષ મતદાર23,454,110
- કુલ મતદારો45,151,383