Gujarat CM Bhupendra Patel Oath Ceremony: ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રી મંડળમાં ઋષિકેશ પટેલને સ્થાન, જાણો તેમની રાજકીય સફર

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Mon 12 Dec 2022 02:19 PM (IST)Updated: Mon 12 Dec 2022 03:39 PM (IST)
gujarat-new-cabinet-minister-rushikesh-patel-oath-taking-ceremony-live-udates-attending-gandhinagar-2022-12-12

રાજેન્દ્રસિંહ પરમાર, ગાંધીનગર
Gujarat CM Bhupendra Patel Oath Ceremony Live Updates: ગુજરાત વિધાનસભાના 18મા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે શપથ ગ્રહણ કર્યા છે. તેમના નવા મંત્રી મંડળમાં વિસનગર વિધાનસભા બેઠક પરથી વિજેતા થયેલા ઋષિકેશ પટેલને સ્થાન આપવામાં આવ્યું છે. ત્યારે અહી કનુ દેસાઈના રાજકીય જીવન, સામાજિક જીવન સહિતની વિગતો અહીં જણાવવામાં આવી છે. ભૂપેન્દ્ર પટેલના ગત મંત્રી મંડળમાં પણ ઋષિકેશ પટેલ(Rushikesh Patel)નો સમાવશ કરાયો હતો.

ઋષિકેશ પટેલ ભુપેન્દ્ર પટેલની સરકારમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, જળસંપતિ, પાણી પુરવાઠા વિભાગના કેબિનેટ મંત્રી હતી. ઋષિકેશ પટેલનો જન્મ 30 ઓક્ટોમ્બર 1961માં મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના સુંઢીયા ગામમાં થયો હતો. ઋષિકેશ પટેલ પ્રાથમિક શિક્ષણ માણવદરના ધરમપુર અને જગુદણ ગામમાં લીધુ. ઉચ્ચતર શિક્ષણ આસ સેકન્ડરી હાઇસ્કૂલ વિજાપુરમાં પૂર્ણ કર્યુ. ઋષિકેશ પટેલે ડિપ્લોમાં ઇન સીવીલ એન્જિનિયરીંગની ડિગ્રી મેળવી છે.

ઋષિકેશ પટેલના પરિવારની વાત કરીએ તો, તેમના પિતા ગણેશભાઇ શંકરદાસ પટેલ ક્લાસ વન અધિકારી હતા. તેઓ નિવૃત ટીડીઓ કમ પ્રોજેક્ટ ઓફિસર હતા. માતા કમાળાબેન ગણેશભાઇ એસએસસી સુધી અભ્યાસ કર્યો હતો. તેમના પત્ની મીનાબેન બીએ સુધી અભ્યાસ કર્યો છે. પુત્રી રૃચિ એમડી.એસ પ્રોસ્થો ડેન્ટિસ્ટ છે. પુત્ર રૃચિર બીઇ.એમ ટેક સિવિલ એન્જિનિયરીંગમાં અભ્યાસ કરે છે.

ઋષિકેશ પટેલના કેરિયરની વાત કરીએ તો ડિપ્લોમા સીવીલ એન્જિનિયરીંગ પછી તેઓ ગુજરાત સરકાના સિંચાઇ વિભાદમાં સેક્શન ઓફિસર તરીકે 1983 થી 1990 સુધી ફરજ બજાવી હતી. 1990 થી 1995 સુધી તેઓ મકાન બાંધકામ તથા સોસાયટી બાંધકામ લડતા રિયલ એસ્ટેટ બિઝનેસમાં કર્યો. 1994 અને 95 મીં તિરુપતી સર્જન લી. નામની રિએલ એસ્ટેટ કંપની બનાવી.

રાજકીય સફર
ઋષિકેશ પટેલ 1990માં ભારતીય જનતા પાર્ટીના તત્કાલિન રાષ્ટ્રિય અધ્યક્ષ અડવાણીની રથયાત્રા કાર્યક્રમ દરમ્યાન પાર્ટી સાથે સક્રિય કાર્યકર્તા તરીકે જોડાયા હતા. 2007 સુધી ભાજપના કાર્યકર તરીકે તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાની ચુંટણીની સફળતાપૂર્વક જવાબદારી નિભાવી હતી. 2007 થી 2012 સુધી તેઓ વિસનગર વિધાનસભાના ધારાસભ્ય તરીકે રહ્યા. 2012 થી 2017 સુધી વિસનગર વિધાનસભાના ધારાસભ્ય રહ્યા હતા.

2017માં પાટીદાર આદોલન સમયે પણ તેઓ વિધાનસભા ચુંટણીમાં તેઓ 2869 મતથી વિજેતા બન્યા હતા. ઋષિકેશ પટેલની ભાજપ સંગઠણ જવાબદારીની વાત કરીએ તો, 2009 થી 2012 સુધી મહેસાણા જિલ્લા ભાજપના પ્રમુખ રહ્યા હતા. મહેસાણા જિલ્લા ભાજપ કમલમના નિર્માણમાં તેમણો મહત્વની ભુમિકા છે. આ ઉપરાંત ખેતિવાડી ઉત્પાદન સમિતી વિસનગરના ચેરમેન રહ્યા હતા. મહેસાણા જિલ્લા ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ રહી ચુક્યા છે. ઋષિકેશ પટેલને શાઇનિંગ ઇન્ડિયા દ્વારા ગુજરાતના બેસ્ટ એમએલએના એવોર્ડ મળ્યો હતો.

ઋષિકેશ પટેલે સામાજિક જવાબદારી નિભાવતા પર્યાવરણની જાળવણી માટે તિરૃપતિ ફાઉન્ડેશનની રચના કરી હતી. આ ઉપરાંત જૂના પડી રહેલા કોઝ વે અને આશરે 400 જેટલા ચેકડેમ બનાવ્યા હતા. ઉત્તર ગુજરાતમાં મહેસાણા, બનાસકાંઠા,પાટણ અને સાબરકાંઠા જિલ્લામાં સરકારના સહયોગથી 10 થી 12 કરોડ વૃક્ષોની વાવણી કરી હતી. શિક્ષણ ક્ષેત્રે પંચશીલ એજ્યુકેશ ટ્રસ્ટ દ્વારા ગરીબ બાળકોને નજીવી ફી સાથે પ્રાથમિક શિક્ષણ આપવાની શરૃઆત કરી હતી. 2015 માં વિસનગર સખીમંડળ માટે ગૃહ ઉઘોગ સહકારી મંડળી લી.ની સ્થાના કરી હતી.