ગુજરાતના CM શપથ સમારોહ: ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રી મંડળમાં રાઘવજી પટેલને સ્થાન, જાણો તેમની રાજકીય સફર

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Mon 12 Dec 2022 02:22 PM (IST)Updated: Mon 12 Dec 2022 03:39 PM (IST)
gujarat-new-cabinet-minister-raghavji-patel-oath-taking-ceremony-live-udates-attending-gandhinagar-2022-12-12

રાજેન્દ્રસિંહ પરમાર, ગાંધીનગર.
Gujarat CM Oath Ceremony LIVE Updates: ગુજરાત વિધાનસભાના 18મા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે શપથ ગ્રહણ કર્યા છે. તેમના નવા મંત્રી મંડળમાં જામનગર ગ્રામીણ વિધાનસભા બેઠક પરથી વિજેતા થયેલા રાઘવજી પટેલને સ્થાન આપવામાં આવ્યું છે. ત્યારે અહી કનુ દેસાઈના રાજકીય જીવન, સામાજિક જીવન સહિતની વિગતો અહીં જણાવવામાં આવી છે. ભૂપેન્દ્ર પટેલના ગત મંત્રી મંડળમાં પણ રાઘવજી પટેલ(Raghavji Patel)નો સમાવશ કરાયો હતો.

રાધવજી પટેલનો જન્મ 1 જૂન 1958માં રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના તરઘડી ગામમાં થયો હતો. રાધવજી પટેલ બીએ. એલએલબી સુધીનો અભ્યાસ કર્યો છે. રાધવજી પટેલના પરિવારમાં તેમણા પત્નિ કાંતાબેન પટેલ, પુત્ર મહેન્દ્ર પટેલ અને જયેન્દ્ર પટેલ છે. રાધવજીનો શોખ સમાજ સેવાનો છે આ ઉપરાંત રમત ગમત અને વાંચનમાં તેઓ રૃચિ દર્શાવે છે. રાધવજી પટેલ ત્રણ વાર કેબિનેટ મંત્રી અને એક વાર રાજ્યકક્ષાના મંત્રી રહી ચૂક્યા છે.

રાધવજી પટેલની રાજકીય સફર
રાધવજી પટેલ 1975 થી 1982 સુધી ઘ્રોલ તાલુકાના યુવક કોગ્રેસ સમિતીની પ્રમુખ રહ્યા. 1982 થી 1998 સુધી તેઓ જામનગર જિલ્લા યુવક કોગ્રેસ સમિતીના પ્રમુખની જવાબદારી નિભાવી. 1985માં કેશુભાઇ પટેલ સામે કાલાવડ વિધાનસભામાં કોગ્રેસમાંથી ચુંટણી લડ્યા હતા. 1987 થી 1990 સુધી જામનગર જિલ્લા પંચાયતની લીતપુર સીટના સભ્ય રહ્યા. 190 થી 1995 કાલાવડ વિધાનસભા સીટ પર ચુંટણી જીતી ધારાસભ્ય બન્યા હતા. 1995 થી 1998માં પણ કાલાવડ સીટ પર તેઓ વિજેતા બન્યા હતા. 1996માં સુરેશ મહેતાની સરકારમાં તેઓ રાજ્યકક્ષાના મંત્રી બન્યા હતા. 1997માં શંકરસિંહ વાધેલાની સરકારમાં કેબિનેટ મંત્રી બન્યા હતા. 1997 થી 1998માં દિલિપભાઇ પરીખની સરકારમાં કેબિનેટ મંત્રી બન્યા હતા. 1999 થી 2002 સુધી જોડીયા વિધાનસભાના ધારાસભ્ય રહ્યા હતા.

1999માં જામનગર લોકસભા સીટ પર કોગ્રેસના ઉમેદવાર તરીકે ચુંટણી લડ્યા હતા. 2002ની વિધાનસભા ચુંટણીમાં જોડીયા વિધાનસભા સીટ પરથી કોગ્રેસના ઉમેદવાર તરીકે ચુંટણી લડ્યા હતા. 2007 થી 2012 સુધી તેઓ જોડિયાના ધારાસભ્ય રહ્યા હતા. 2007 થી 2012 સુધી શિક્ષણ અને પરામર્શ સમિતીની સભ્ય રહ્યા હતા. 2012માં જામનગર ગ્રામ્ય બેઠક પરથી વિધાનસભા ચુંટણી લડ્યા અને વિજેતા બન્યા હતા. 2017માં રાધવજી પટેલ ભાજપમાંથી જામનગર ગ્રામ્ય વિધાનસભા સીટ પરથી ચુંટણી લડ્યા હતા. 2019માં તેઓ પેટા ચુંટણીમાં જામનગર ગ્રામ્ય બેઠક પરથી વિજેતા બન્યા હતા. ભુપેન્દ્ર પટેલની કેબિનેટમાં રાધવજી કેબિનેટ કક્ષાના કૃષિ અને સહકાર વિભાગના મંત્રી બન્યા હતા.

રાધવજી 2006 થી 2010 સુધી જામનગર હાપા માર્કેટયાર્ડના ચેરમેન રહ્યા હતા. 2014 થી 2021 સુધી તેઓ હાપા માર્કેટયાર્ડના ચેરમેનની જવાબદારી નિભાવી રહ્યા છે. આ ઉપરાંત જ્યારે તેઓ કોગ્રેસમાં હતા ત્યારે 2007માં ગુજરાત પ્રદેશ કોગ્રેસ સમિતિના મહામંત્રીની ફરજ નિભાવી હતી. 2014 થી 2017 સુધી રાધવજી ગુજરાત કોગ્રેસ સમિતીના ઉપપ્રમુખ રહ્યા હતા. 2000 થી 2017 સુધી ઓલ ઇન્ડિયા કોગ્રેસ સમિતી, નવી દિલ્હીના ડેલિગેટની ભુમિકા ભજવી હતી. રાધવજીની વિશેષતા એ છે કે, 2007 થી 2012 દરમિયાન વિધાનસભામાં સૌથી વધુ પ્રશ્નો પુછનાર ધારાસભ્ય બન્યા હતા.

રાધવજીની સામાજિક જીવન અને ઉપલબ્ધિયા
રાધવજી પટેલ સામાજિક ક્ષેત્રની કામગીરી જોઇએ તો, તેઓ પટેલ ભાણજી ભીમજી ચેરીટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ ધ્રોલ સંચાલિત, એસ.એચ એન્ડ સી.આર ગાર્ડિ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ધ્રોલ, એસ.બી ગાર્ડી બીએડ કોલેજ, એમ.એચ ગાર્ડી પીટીસી કોલેજના પ્રમુખ તરીકે ફરજ બજાવી છે. આ ઉપરાંત ઘ્રોલના લેઉવા પટેલ સંચાલિત ડી.એચ.કે. મુગરા ક્ન્યા વિદ્યાલય, એમ.ડી રામાણી ઉચ્ચતર માધ્યમિક કન્યા વિદ્યાલય, ભાણજીભાઇ ભીમજીભાઇ પટેલ કન્યા છાત્રાલયના પ્રમુખ રહ્યા હતા. રાધવજી પટેલ પટેલ ઉચ્ચ કેળવણી મંડળના ટ્રસ્ટી પણ છે.