અમદાવાદ. Gujarat CM Oath Ceremony LIVE Updates. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવીને સતત સાતમી વખત સરકાર બનાવી છે. 1990માં ભાગીદારીની સરકાર બનાવ્યા બાદ 1995થી ગુજરાતમાં ભાજપની સ્વતંત્ર સરકાર છે. 2022માં જ્વલંત વિજય મળ્યા બાદ આજે ભૂપેન્દ્ર પટેલે બીજી વાર મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. પોતાના મક્કમ નિર્ણય માટે જાણીતા ભૂપેન્દ્ર પટેલની એજ્યુકેશનથી લઇને સંપત્તિ સુધીની વિગત અમે અહીં શેર કરી રહ્યા છીએ.
એજ્યુકશન અને ઉમરની વિગત
ભૂપેન્દ્ર પટેલની ઉમેર 60 વર્ષ છે. તેમના એજ્યુકેશનની વાત કરીએ તો તેમણે 1982માં ગવર્નમેન્ટ પોલિટેક્નિક અમદાવાદ ખાતેથી સિવિલ એન્જીનીયરીંગમાં ડિપ્લોમા કર્યું હતું.
કુલ સંપત્તિ
આર્થિક સ્થિતિની વાત કરવામાં આવે તો ભૂપેન્દ્ર પટેલની કુલ સંપત્તિ 8.22 કરોડ છે. જેમાંથી 3 કરોડ સ્થાવર મિલકત અને મુવેબલ મિલકત 4 કરોડ છે. તેમની કુલ લાયબિલિટીઝ 1.53 કરોડ છે. ક્રિમિનલ કેસની વાત કરવામાં આવે તો તેમના પર એકપણ કેસ નોંધાયો નથી.
શું છે 2022ની સ્થિતિ
2022ની વિધાનસભાની ચૂંટણીની વાત કરવામાં આવે તો ભૂપેન્દ્ર પટેલે ઘાટલોડિયા બેઠક પરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી હતી. જેમાં 2,13,530 મત મળ્યા હતા. તેમના નજીક પ્રતિસ્પર્ધી આમ આદમી પાર્ટીના પીવીએસ શર્મા હતા. ભૂપેન્દ્ર પટેલે 1.92 લાખના માર્જિનથી જીત મેળવી હતી.
ઘાટલોડિયા બેઠકની રસપ્રદ વિગત
ઘાટલોડિયા બેઠક ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 41મા નંબરની બેઠક છે. આ બેઠક અમદાવાદ જિલ્લામાં આવેલી છે અને તેની લોકસભા બેઠક ગાંધીનગર છે. અમદાવાદ શહેરમાં આવેલું ઘાટલોડિયા એક વિધાનસભા બેઠક જે 2008માં અસ્તિત્વમાં આવી છે. આ બેઠક પરથી ચૂંટણી લડીને આનંદીબેન પટેલ ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યા હતા. આ બેઠકમાં અમદાવાદ તાલુકાના અને દસક્રોઇ તાલુકાના કેટલાક ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.