Delhi Assembly Election Result : દિલ્હીમાં ઓખલા પર આપ અને ભાજપના ઉમેદવાર વચ્ચે જોરદાર ટક્કર

શરુઆતી વલણમાં દિલ્હીની ઓખલા બેઠક પર ભાજપના મનિષ ચૌધરી 1734 મતથી આગળ ચાલી રહ્યા છે.જ્યારે આમ આદમી પાર્ટીના મજબુત ઉમેદવાર અમાનતુલ્લાહ પાછળ ચાલી રહ્યા છે.

By: Jagran GujaratiEdited By: Jagran Gujarati Publish Date: Sat 08 Feb 2025 10:26 AM (IST)Updated: Sat 08 Feb 2025 11:06 AM (IST)
delhi-election-result-2025-bjp-candidate-manish-chaudhary-leading-on-okhla-seat-aam-aadmi-party-amanatullah-khan-472153

Delhi Assembly Election Result 2025 Updates Okhla seat (દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025 પરિણામ ઓખલા બેઠક): દિલ્હી વિધાન સભા ચૂંટણીના પરિણામો પર નજર કરીએ તો શરૂઆતી વલણમાં ભાજપને બહુમતી મળી રહી છે. દિલ્હીની ઓખલા બેઠક જે મુસ્લિમ મતદારોની ગઢ માનવમાં આવતી હતી, તેના પર ભાજપ અને આપના ઉમેદવાર વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે.

શરુઆતી વલણમાં દિલ્હીની ઓખલા બેઠક પર ભાજપના મનિષ ચૌધરી 1734 મતથી આગળ ચાલી રહ્યા હતા .જ્યારે આમ આદમી પાર્ટીના મજબુત ઉમેદવાર અમાનતુલ્લાહ પાછળ ચાલી રહ્યા હતા. પરંતુ ત્રીજા રાઉન્ડમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ફરી આગળ થઈ ગયા છે.

દિલ્હીની ઓખલા બેઠકનું અપડેટ

  • ચોથા રાઉન્ડમાં આપના ઉમેદવાર અમાનતુલ્લાહ 8725 મતથી આગળ છે. તેમને કુલ 17575 મત મળ્યા છે. ભાજપના ઉમેદવારને 8298 મત મળ્યા છે.
  • બે રાઉન્ડની ગણતરીમાં ભાજપના ઉમેદવાર મનિષ ચૌધરીને કુલ 8111 મત મળ્યા હતા. જ્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર અમાનતુલ્લાહને 6377 મત મળ્યા છે.