બીજુ જનતા દળ

ઓડિશામાં લગભગ બે દાયકાથી સત્તામાં રહેલા બીજુ જનતા દળ બીજેડીની રચના 26 ડિસેમ્બર 1997ના રોજ નવીન પટનાયકના નેતૃત્વમાં કરવામાં આવી હતી. પક્ષનું નામ ઓડિશાના શક્તિશાળી નેતા અને નવીન પટનાયકના પિતા બીજુ પટનાયકના નામ પરથી રાખવામાં આવ્યું હતું. બીજેડીએ 1998ની લોકસભાની ચૂંટણીમાં 9 બેઠકો જીતી હતી અને તેમને કેન્દ્રમાં અટલ બિહારી વાજપેયી સરકારમાં ખાણ-ખનીજ વિભાગના મંત્રી બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ 1999ની લોકસભાની ચૂંટણીમાં આ પક્ષે 10 બેઠકો જીતી હતી. તેમજ રાજ્યમાં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં બહુમતી મેળવી હતી. આ ચૂંટણી તેમણે તેમણે ભાજપ સાથે ગઠબંધન કરીને લડી હતી. વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ નવીન પટનાયકે વાજપેયી સરકારમાંથી રાજીનામું આપ્યું હતું અને રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા. હાલ લોકસભામાં પક્ષના 20 સભ્યો છે . નવીન પટનાયક છેલ્લા 23 વર્ષથી ઓડિશાના મુખ્યમંત્રી છે.

પરિણામ

  • પાર્ટી
    પરિણામ
    મત %
  • ભાજપ
    26
    100
  • અન્ય
    0
    0
  • મહિલા મતદાર21,697,273
  • પુરુષ મતદાર23,454,110
  • કુલ મતદારો45,151,383