અમરેલી વિધાનસભા બેઠક પરિણામ: ભાજપના કૌશિક વેકરિયા 46657 મતોથી જીત્યા

By: Manan VayaEdited By: Manan Vaya Publish Date: Thu 08 Dec 2022 06:27 PM (IST)Updated: Thu 08 Dec 2022 06:27 PM (IST)
amreli-assembly-constituency-gujarat-election-result-2022-live-updates-kaushik-vekariya-bjp-vs-paresh-dhanani-congress

અમરેલી વિધાનસભા બેઠક પરિણામ 2022 (Amreli Assembly Constituency Election Result 2022 Result): ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022)માં અમરેલી વિધાનસભા બેઠક પર ભાજપના કૌશિક વેકરિયાની 46657 મતોથી જીત થઇ છે. અહીં ભાજપના કૌશિક વેકરિયા, કોંગ્રેસના પરેશ ધાનાણી અને આપના રવિ ધાનાણી વચ્ચે જંગ જામ્યો હતો.

અમરેલી બેઠક પર કેટલા ઉમેદવાર મેદાનમાં હતા

કેટલા ટકા મતદાન થયું
અમરેલી બેઠક પર 145804 પુરુષ અને 137920 મહિલા મતદારો અને 4 અન્ય મળી કુલ 283728 મતદાતાઓ છે. 2022ની વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં આ બેઠક પર 56.50 ટકા મતદાન થયું છે.

અમરેલી બેઠકની રસપ્રદ વિગત
અમરેલી ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 95મા નંબરની બેઠક છે. આ બેઠક અમરેલી જિલ્લામાં આવેલી છે અને તેની લોકસભા બેઠક અમરેલી છે. આ બેઠકમાં અમરેલી તાલુકો અને વડિયા તાલુકાના ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાત અલગ રાજ્ય બન્યા બાદ રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી બનનાર ડો. જીવરાજ મહેતા અમરેલીના હતા. કવિ રમેશ પારેખ પણ અમરેલીના હતા. 1985થી 1998 સુધી આ બેઠક ભાજપના ગઢ સમાન હતી. આ સમયગાળા દરમિયાન પુરસોત્તમ રુપાલા અને દિલીપ સંઘાણી ભાજપની ટિકિટ પર ચૂંટણી જીત્યા હતા. 2002માં કોંગ્રેસના પરેશ ધાનાણીએ ભાજપના વિજય રથને અટકાવ્યો હતો. જોકે 2007માં ફરી આ બેઠક પર ભાજપના દિલીપ સંઘાણી વિજેતા બન્યા હતા. 2012 અને 2017માં પરેશ ધાનાણી ફરી જીત્યા હતા.

શું હતી 2017ની સ્થિતિ
2017ની વિધાનસભાની ચૂંટણીમાં 11 પુરુષ અને 1 મહિલાઓ મળી કુલ 12 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી 2 ઉમેદવારોના ફોર્મ રિજેક્ટ થયા હતા જ્યારે 1 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા 9 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાંથી 7 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઇ હતી. એક સમયે આ બેઠક ભાજપના ગઢ સમાન હતી. પરંતુ 2002માં પરેશ ધાનાણીએ આ બેઠક જીતીને ભાજપના ગઢમાં ગાબડું પાડ્યું હતું. જોકે, 2007માં ભાજપનો આ બેઠક પર વિજય થયો હતો. પરંતુ 2012 અને 2017માં પરેશ ધાનાણી ફરી આ બેઠક જીત્યા હતા. 2017માં પરેશ ધાનાણીનો 12029 મતોના માર્જીનથી વિજય થયો હતો.

ઉમેદવારપક્ષ
કૌશિક વેકરિયાભાજપ
પરેશ ધાનાણીકોંગ્રેસ
રવિ ધાનાણીઆપ
વિનુ ચાવડાઅપક્ષ
મુકેશ ગોહિલવ્યવસ્થા પરિવર્તન પાર્ટી