ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ

તૃણમૂલ કોંગ્રેસ દેશની સાત રાષ્ટ્રીય પાર્ટીઓમાંથી એક છે. જો કે તેનો મુખ્ય પ્રભાવ ક્ષેત્ર પશ્વિમ બંગાળ છે, જ્યાં સતત ત્રીજી વખત તેમની સરકાર બની છે. 26 વર્ષ સુધી કોંગ્રેસમાં રહ્યાં બાદ મમતા બેનર્જીએ 1 જાન્યુઆરી 1998નાં રોજ તેનું ગઠન કર્યું હતું. બેનર્જી પશ્ચિમ બંગાળના વર્તમાન મુખ્યમંત્રી પણ છે. બેનર્જી કેન્દ્રમાં બે વખત રેલવે મંત્રી રહ્યાં છે તેમજ અન્ય વિભાગોના મંત્રી પણ રહી ચુક્યાં છે. TMCની લોકસભામાં 22 સીટ છે જ્યારે રાજ્યસભામાં તેમના 13 સાંસદ છે. પશ્વિમ બંગાળ વિધાનસભામાં આ પાર્ટીએ 2021માં ભારે બહુમતીથી જીત નોંધાવી હતી. તેમના 222 ધારાસભ્ય છે. મમતાના નેતૃત્વમાં તૃણમૂલ કોંગ્રેસે પશ્ચિમ બંગાળમાં સતત 34 વર્ષ સુધી શાસન કરનાર કૉમ્યુનિષ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા-માર્ક્સવાદીની લેફ્ટ ફ્રંટ સરકારને હરાવી હતી.

પરિણામ

  • પાર્ટી
    પરિણામ
    મત %
  • ભાજપ
    26
    100
  • અન્ય
    0
    0
  • મહિલા મતદાર21,697,273
  • પુરુષ મતદાર23,454,110
  • કુલ મતદારો45,151,383