અખિલ ભારતીય અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ

ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કડગમ એઆઈએડીએમકે દેશની મુખ્ય ક્ષેત્રીય પાર્ટીઓમાંથી એક છે.પાર્ટી તમિલનાડુમાં સાત વખત સરકાર બનાવી ચુકી છે. જેનો પ્રભાવ નજીક આવેલા કેન્દ્રશાસિત પ્રદેશ પુડ્ડુચેરીમાં પણ છે. 2019માં લોકસભા ચૂંટણીમાં આ પાર્ટીના માત્ર એક ઉમેદવારે જીત મેળવી હતી. પાર્ટીની સ્થાપના 1972માં તમિલ ફિલ્મોના મોટા અભિનેતા અને રાજનીતિજ્ઞ એમજી રામચંદ્રનએ ડીએમકેથી અલગ થઈને કરી હતી. રામચંદ્રન પછી જયલલિતા આ પાર્ટીનાં સૌથી પ્રભાવશાળી નેતા હતાં. જયલલિતા પાંચ વખત રાજ્યના મુખ્યમંત્રી બન્યાં હતાં. તેમનું નિધન 5 ડિસેમ્બર, 2016નાં રોજ થયું હતું. હાલ એડાપડ્ડી પલાનીસ્વામી પાર્ટીના જનરલ સેક્રેટરી છે.

પરિણામ

  • પાર્ટી
    પરિણામ
    મત %
  • ભાજપ
    26
    100
  • અન્ય
    0
    0
  • મહિલા મતદાર21,697,273
  • પુરુષ મતદાર23,454,110
  • કુલ મતદારો45,151,383