Dream 11 CEO Harsh Jain Net Worth: Dream11 ને આજે દરેક લોકો ઓળખે છે. ભારતમાં સ્પોર્ટસ ગેમિંગ ઈન્ડસ્ટ્રીને એક નવી જ ઊંચાઈ પર લઈ ગયું છે. ક્રિકેટ, ફુટબોલ, કબડ્ડી, બાસ્કેટ બોલ બધી જે ગેમ્સ કે જ્યાં યુઝર્સ તેમની ટીમ બનાવે છે, રમે છે, ખેલાડીઓને તેમના પ્રદર્શન અનુસાર પોઈન્ટસ મળે છે અને પૈસા જીતે છે. આજે જાણીશું Dream11 ને શરૂ કરનાર હર્ષ જૈન વિશે કે જેમણે સ્પોટ્સ ગેમિંગ ઈન્ડસ્ટ્રીનો ખેલ જ બદલી નાખ્યો.
કેવી રીતે શરૂ થયું ડ્રીમ Dream11
હર્ષ જૈને અમેરિકામાં પેન્સિલવેનિયા યુનિવર્સિટીમાંથી 2007માં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કર્યું. ત્યારબાદ વર્ષ 2014માં કોલંબિયા બિઝનેસ સ્કૂલમાંથી MBA કર્યું. ફેન્ટેસી સ્પોર્ટસ સાથે તેમનો પરિચય માઈક્રોસોફ્ટમાં કોલેજની ઈન્ટર્નશીપ દરમિયાન થયો હતો. ત્યારથી તેમને દિમાગમાં આ ક્ષેત્રે જવાની ઘંટી વાગી અને અભ્યાસ કરીને તેઓ ભારત આવી ગયા.
2008માં IPLની શરૂઆત થઈ, ત્યારે તેમને અને તેમના મિત્ર ભાવિતને ફેન્ટસી સ્પોર્ટ્સ પ્લેટફોર્મ શરૂ કરવાનો વિચાર આવ્યો. આ સાથે જ ડ્રીમ 11ની શરૂઆત થઈ ગઈ. જો કે શરૂઆતમાં Dream11 ને શરૂ કરવું એટલું સરળ ન હતું. 150 વેન્ચર કેપિટલિસ્ટ્સે તેમાં રોકાણ કરવાની ના પાડી અને આ શું જુગાર ચલાવી રહ્યો છે કહીને તેને ધુત્કારી કાઢ્યો હતો. પરંતુ હર્ષ તેમાં લાગ્યા રહ્યા અને સ્પોટ્સ ગેમિંગ ઈન્ડસ્ટ્રીનો ખેલ જ બદલી નાખ્યો.
વર્ષ 2020માં તેઓને IPLના સ્પોન્સરશિપ અધિકારો મળ્યા. ત્યારથી આજે ડ્રીમ 11નું નામ દરેક લોકો જાણે છે. 2016 માં Dream11 ના 2 મિલિયન યુઝર હતા આજે તેનો આંકડો 220 મિલિયનને પણ વટાવી ગયો છે.
હર્ષ જૈન પાસે કેટલી સંપત્તિ છે
હર્ષ જૈન આજે 65,000 કરોડની કંપનીના કો-ફાઉન્ડર અને સીઈઓ છે. હર્ષ જૈનની નેટવર્થ 5500 કરોડ રુપિયાની આસપાસ છે. જો કે દર વર્ષે તેમની કમાણીમાં વધારો થઈ રહ્યો છે. મણે 2021 માં મુંબઈના સૌથી મોંઘા વિસ્તારમાં મુકેશ અંબાણીની બાજુમાં 72 કરોડનું ડુપ્લેક્સ ખરીદ્યું.