Stock Market 21 August Updates, આજનું શેર બજાર: શેરબજારમાં ગુરુવારે સતત ચોથા દિવસે તેજી સાથે કારોબારની શરૂઆત થઈ હતી. સેન્સેક્સ 287 પોઈન્ટના ઉછાળા સાથે 82,148.50 પર કારોબાર કરી રહ્યો છે જ્યારે નિફ્ટી 73 પોઈન્ટ વધીને 25,124.35 પર કારોબાર કરી રહ્યો છે. બજાજ ફિનસર્વ શેર (1.50%), રિલાયન્સ શેર (1.30%) અને ટ્રેન્ટ શેર (1.27%) સુધી ઉછળીને કારોબાર કરી રહ્યા હતા.
શેરની સ્થિતિ
એસબીઆઈ લાઈફ, બજાજ ફિનસર્વ, એચડીએફસી લાઈફ, રિલાયન્સ, ટાટા મોટર્સ અને આઈસીઆઈસીઆઈ બેંકના શેર 0.41 થી 1.30 ટકા સુધી વધ્યા છે. જ્યારે એચયુએલ, નેસ્લે ઈન્ડિયા, ટાટા કંઝ્યુમર, ઈન્ફોસિસ અને ટીસીએસ જેવા શેરો 0.25 થી 0.84 ટકા સુધી ઘટ્યા.
મિડકેપ શેરોમાં સ્ટાર હેલ્થ અને સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝમાં 3.68 ટકાનો વધારો થયો, જ્યારે ક્લીન સાયન્સ 6 ટકા ઘટ્યા. સ્મૉલકેપ શેરોમાં જ્યુપિટર વેગન્સ 7.75 ટકા સુધી ઉછળ્યા, જ્યારે નઝારા ટેક અને હોન્ડા ઈન્ડિયા 7.75 ટકા સુધી તૂટ્યા.
એશિયન અને અમેરિકન બજારની સ્થિતિ
એશિયન બજારોમાં મિશ્ર વલણ જોવા મળ્યું, જ્યાં જાપાનના નિક્કેઈ અને ટોપિક્સમાં ઘટાડો જોવા મળ્યો, જ્યારે દક્ષિણ કોરિયાના કોસ્પી અને કોસ્ડેકમાં તેજી જોવા મળી.
અમેરિકી શેરબજારની વાત કરીએ તો ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 16.04 પોઈન્ટ વધીને 44,938.31 પર બંધ થયો હતો. જ્યારે એસએન્ડપી 500 15.59 પોઈન્ટ ઘટીને 6,395.78 પર બંધ થયો હતો. નાસ્ડેક કમ્પોઝિટ 142.09 પોઈન્ટ ઘટીને 21,172.86 પર બંધ થયો.