Shreeji Shipping Global IPO Allotment: જામનગરની શ્રીજી શિપિંગ ગ્લોબલનો IPO 19 થી 21 સુધી ઓગસ્ટે ખુલ્યો હતો અને આજે તેનું એલોટમેન્ટ થવાનું છે. આ IPO સંપૂર્ણ ફ્રેશ ઇશ્યૂ છે, જેના અંતર્ગત કંપની 1.6 કરોડ નવા શેર જારી કરશે. જો ઇશ્યૂ કિંમત ઉપલા પ્રાઈસ બેન્ડ પર નક્કી થશે તો IPOનું કુલ કદ અંદાજે ₹410.71 કરોડ સુધી પહોંચશે. આ આર્ટિકલમાં જાણો શ્રીજી શિપિંગ ગ્લોબલ IPOનું લેટેસ્ટ GMP અને શેર માર્કેટમાં લિસ્ટિંગની તારીખ.
Shreeji Shipping Global IPO: લેટેસ્ટ GMP
investorgain.com ના જણાવ્યા અનુસાર, ગ્રે માર્કેટમાં, શ્રીજી શિપિંગ ગ્લોબલનો શેર IPOના અપર પ્રાઇસ બેન્ડમાં રૂ. 240 થી રૂ. 252 સુધીના 13.89%ના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો છે. આના આધારે, શેર 287 રૂપિયાની કિંમતે લિસ્ટ થઈ શકે છે. જો કે, આ એક અનુમાન છે.
Shreeji Shipping Global IPO: આ રીતે ચેક કરો એલોટમેન્ટ સ્ટેટસ
- BSE લિંક પર લોગ ઈન કરો - https://www.bseindia.com/investors/appli_check.aspx
- ઈસ્યુ ટાઈપ ઓપ્શનમાં Equity સિલેક્ટ કરો
- હવે Shreeji Shipping Global સિલેક્ટ કરો.
- આપેલી જગ્યામાં એપ્લિકેશન નંબર અથવા પાન કાર્ડની વિગતો દાખલ કરો.
- આ પછી I’m not a robot પર ક્લિક કરો અને Search ઓપ્શન પર ક્લિક કરો.
- Shreeji Shipping Global IPO એલોટમેન્ટ સ્ટેટસ કમ્પ્યુટર મોનિટર અથવા મોબાઇલ ફોન સ્ક્રીન પર દેખાશે.
Shreeji Shipping Global IPO: શેર લિસ્ટિંગ તારીખ
શ્રીજી શિપિંગ ગ્લોબલ IPOનું એલોટમેન્ટ આજે એટલે કે 22 ઓગસ્ટના રોજ થશે. જ્યારે BSE, NSE પર શેર લિસ્ટિંગ 26 ઓગસ્ટના રોજ થશે.
Shreeji Shipping Global IPO: પ્રાઇસ બેન્ડ
શ્રીજી શિપિંગ ગ્લોબલ IPO પ્રાઇસ બેન્ડ શેર દીઠ રૂ. 240-252 છે. એક એપ્લિકેશન સાથે મહત્તમ લોટ સાઈઝ 58 શેર છે. રિટેલ રોકાણકારો માટે મહત્તમ રોકાણની રકમ 14,616 રૂપિયા છે.
Shreeji Shipping Global IPO: કંપનીનો વ્યવસાય
જામનગર સ્થિત શ્રીજી ગ્રુપનું આ મુખ્ય એકમ શિપિંગ અને લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં કાર્યરત છે. કંપની મુખ્યત્વે ડ્રાય બલ્ક કાર્ગો પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને ભારત તથા શ્રીલંકાના પશ્ચિમ કિનારા પરના બિન-મુખ્ય બંદરો અને જેટીઓ પર સેવાઓ પૂરી પાડે છે. અત્યાર સુધીમાં, કંપનીએ 20 થી વધુ બંદરો પર સેવાઓ આપી છે, જેમાં કંડલા, નવલખી, મગદલ્લા, ભાવનગર, બેદી, ધર્મથર અને પુટ્ટલમનો સમાવેશ થાય છે.
નોંધ - કોઈપણ IPOમાં નાણાંનું રોકાણ કરતા પહેલા માર્કેટ એક્સપર્ટની સલાહ ચોક્કસ લો.