Shreeji Shipping Global IPO GMP: શ્રીજી શિપિંગ ગ્લોબલ IPO ભરવાનો આજે છેલ્લો દિવસ, જાણો લેટેસ્ટ GMP સહિત મહત્વની જાણકારી

Shreeji Shipping Global IPO GMP: આ આર્ટિકલમાં જાણો શ્રીજી શિપિંગ ગ્લોબલ IPOનું પ્રાઇસ બેન્ડ, લેટેસ્ટ GMP અને મહત્વની તારીખ સહિતની જાણકારી.

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Thu 21 Aug 2025 09:42 AM (IST)Updated: Thu 21 Aug 2025 09:43 AM (IST)
shreeji-shipping-global-ipo-latest-grey-market-premium-gmp-review-share-price-subscription-status-589106
HIGHLIGHTS
  • 19 ઓગસ્ટથી ખુલ્યો છે શ્રીજી શિપિંગ ગ્લોબલનો ₹410.71 કરોડનો IPO
  • સબસ્ક્રિપ્શનની અંતિમ તારીખ આજે 21 ઓગસ્ટ
  • શ્રીજી શિપિંગ ગ્લોબલ IPOનું એલોટમેન્ટ 22 ઓગસ્ટના રોજ

Shreeji Shipping Global IPO GMP Today: જામનગરની શ્રીજી શિપિંગ ગ્લોબલનો IPO 19 ઓગસ્ટે ખુલ્યો હતો અને આજે તેમાં રોકાણ કરવાનો છેલ્લો દિવસ છે. આ IPO સંપૂર્ણ ફ્રેશ ઇશ્યૂ છે, જેના અંતર્ગત કંપની 1.6 કરોડ નવા શેર જારી કરશે. જો ઇશ્યૂ કિંમત ઉપલા પ્રાઈસ બેન્ડ પર નક્કી થશે તો IPOનું કુલ કદ અંદાજે ₹410.71 કરોડ સુધી પહોંચશે. આ આર્ટિકલમાં જાણો શ્રીજી શિપિંગ ગ્લોબલ IPOનું પ્રાઇસ બેન્ડ, લેટેસ્ટ GMP અને મહત્વની તારીખ સહિતની જાણકારી.

Shreeji Shipping Global IPO: પ્રાઇસ બેન્ડ

શ્રીજી શિપિંગ ગ્લોબલ IPO પ્રાઇસ બેન્ડ શેર દીઠ રૂ. 240-252 છે. એક એપ્લિકેશન સાથે મહત્તમ લોટ સાઈઝ 58 શેર છે. રિટેલ રોકાણકારો માટે મહત્તમ રોકાણની રકમ 14,616 રૂપિયા છે.

Shreeji Shipping Global IPO: લેટેસ્ટ GMP

investorgain.com ના જણાવ્યા અનુસાર, ગ્રે માર્કેટમાં, શ્રીજી શિપિંગ ગ્લોબલનો શેર IPOના અપર પ્રાઇસ બેન્ડમાં રૂ. 240 થી રૂ. 252 સુધીના 13.89%ના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો છે. આના આધારે, શેર 287 રૂપિયાની કિંમતે લિસ્ટ થઈ શકે છે. જો કે, આ એક અનુમાન છે.

Shreeji Shipping Global IPO: મહત્વપૂર્ણ તારીખો

શ્રીજી શિપિંગ ગ્લોબલ IPO સબ્સ્ક્રિપ્શન માટે 19 ઓગસ્ટના રોજ ખુલ્યો છે. જેને 21 ઓગસ્ટ, 2025 સુધી ભરી શકાશે. શેર એલોટમેન્ટ 22 ઓગસ્ટના રોજ થશે, જ્યારે BSE, NSE પર શેર લિસ્ટિંગ 26 ઓગસ્ટના રોજ થશે.

Shreeji Shipping Global IPO: કંપની દ્વારા એકત્ર કરાયેલી રકમનો ઉપયોગ નીચે મુજબ કરવામાં આવશે:

  • રૂ. 251.2 કરોડ સુપ્રામેક્સ શ્રેણીના ડ્રાય બલ્ક કેરિયર્સ ખરીદવા માટે.
  • આશરે રૂ. 23 કરોડ લોન ચૂકવવા માટે.
  • બાકીની રકમ કોર્પોરેટ કાર્યો માટે વાપરવામાં આવશે.

Shreeji Shipping Global IPO: કંપનીનો વ્યવસાય

જામનગર સ્થિત શ્રીજી ગ્રુપનું આ મુખ્ય એકમ શિપિંગ અને લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં કાર્યરત છે. કંપની મુખ્યત્વે ડ્રાય બલ્ક કાર્ગો પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને ભારત તથા શ્રીલંકાના પશ્ચિમ કિનારા પરના બિન-મુખ્ય બંદરો અને જેટીઓ પર સેવાઓ પૂરી પાડે છે. અત્યાર સુધીમાં, કંપનીએ 20 થી વધુ બંદરો પર સેવાઓ આપી છે, જેમાં કંડલા, નવલખી, મગદલ્લા, ભાવનગર, બેદી, ધર્મથર અને પુટ્ટલમનો સમાવેશ થાય છે.

નોંધ - કોઈપણ IPOમાં નાણાંનું રોકાણ કરતા પહેલા માર્કેટ એક્સપર્ટની સલાહ ચોક્કસ લો.