Patel Retail Limited IPO, Date, Price, GMP, Review, Latest News: પટેલ રિટેલ લિમિટેડે તેની પ્રથમ પ્રારંભિક જાહેર ઓફર માટે પ્રતિ ઇક્વિટી શેર રૂ. 10/- ફેસ વેલ્યુના પ્રાઇઝ બેન્ડ રૂ. 237/- થી રૂ.255/- નક્કી કર્યા છે. કંપનીનો પારંભિક જાહેર ઓફર ("IPO" અથવા "ઓફર") મંગળવાર, 19 ઓગસ્ટ, 2025 ના રોજ સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે અને ગુરુવાર, 21 ઓગસ્ટ, 2025 ના રોજ બંધ થશે. રોકાણકારો ઓછામાં ઓછા 58 ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ 58 ઈક્વિટી શેરના ગુણાંકમાં બોલી લગાવી શકે છે.
- IPO ખુલવાની તારીખ: મંગળવાર, ઑગસ્ટ 19, 2025.
- IPO બંધ થવાની તારીખ: ગુરુવાર, ઑગસ્ટ 21, 2025.
- પ્રાઇસ બેન્ડ: પ્રતિ ઇક્વિટી શેર ₹237/- થી ₹255/-.
- ફેસ વેલ્યુ: પ્રતિ ઇક્વિટી શેર ₹10/-.
- લઘુત્તમ બિડ લોટ: 58 ઇક્વિટી શેર અને ત્યારબાદ 58 ઈક્વિટી શેરના ગુણાંકમાં બિડ કરી શકાય છે.
- ઓફરની વિગતો: IPO એ 85,20,000 ઇક્વિટી શેરનો ફ્રેશ ઇશ્યૂ અને પ્રમોટરો દ્વારા 10,02,000 ઇક્વિટી શેરનો ઓફર ફોર સેલનો મિશ્રણ છે.
- કર્મચારીઓ માટે છૂટ: પાત્ર કર્મચારીઓ માટે શેરના બિડિંગમાં ₹20નું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
ભંડોળનો ઉપયોગ:
- ₹59 કરોડ કંપની દ્વારા લીધેલી અમુક લોનની સંપૂર્ણ અથવા આંશિક પુન:ચુકવણી/પૂર્વ-ચુકવણી માટે.
- ₹115 કરોડ કંપનીની કાર્યકારી મૂડીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે.
- બાકીનું ભંડોળ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે.
કંપની વિશે:
- પટેલ રિટેલ લિમિટેડની સ્થાપના 13 જૂન, 2007ના રોજ થઈ હતી.
- આ કંપની મુખ્યત્વે ટિયર-III શહેરો અને નજીકના ઉપનગરીય વિસ્તારમાં કાર્યરત રિટેલ સુપરમાર્કેટ ચેઇન છે, જે "વેલ્યુ રિટેલ" પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
- તેઓ ખોરાક, બિન-ખોરાક (FMCG), સામાન્ય મર્ચન્ડાઈઝ અને એપેરલ જેવા ઉત્પાદનો પ્રદાન કરે છે.
- તેમનો પ્રથમ સ્ટોર "પટેલ'સ આર માર્ટ" બ્રાન્ડ હેઠળ મહારાષ્ટ્રના અંબરનાથમાં શરૂ થયો હતો.
- મે 31, 2025 સુધીમાં, તેઓ 43 સ્ટોર્સનું સંચાલન કરતા હતા, જેનો કુલ રિટેલ બિઝનેસ એરિયા આશરે 1,78,946 ચોરસ ફૂટ છે.
- કંપનીએ "પટેલ'સ આર માર્ટ" બ્રાન્ડને પ્રોત્સાહન આપવા અને માર્જિન વધારવાના ઉદ્દેશ્યથી તેમના ખાનગી લેબલ ઉત્પાદનો પણ શરૂ કર્યા છે, જેમાં દાળ ("પટેલ ફ્રેશ"), મસાલા ("ઇન્ડિયન ચસ્કા"), પુરુષોના વસ્ત્રો ("બ્લુ નેશન"), ઘર સુધારણા ઉત્પાદનો ("પટેલ એસેન્શિયલ"), રેડી-ટુ-કૂક/ઇન્સ્ટન્ટ મિક્સ ("પટેલ ફ્રેશ"), ઘી અને પાપડ ("ઇન્ડિયન ચસ્કા")નો સમાવેશ થાય છે.
- 2008 થી, તેમણે તેમની સ્ટોર ઓફરિંગમાં 38 પ્રોડક્ટ કેટેગરીઝ અને 10,000 થી વધુ પ્રોડક્ટ SKUs ઉમેર્યા છે.
- તેઓ ત્રીજા પક્ષની જાણીતી બ્રાન્ડના ઉત્પાદનો, અનબ્રાન્ડેડ ઉત્પાદનો અને તેમના ખાનગી લેબલના ઉત્પાદનોનું વેચાણ કરે છે.
- કંપની MMઆરના પશ્ચિમી ઉપનગરીય વિસ્તારો જેવા કે મીરા રોડ, ભાયંદર, વિરાર, વસઈ અને પુણે, મહારાષ્ટ્રના મ્યુનિસિપલ પ્રદેશમાં તેમનું સ્ટોર નેટવર્ક ઊંડું કરવાની યોજના ધરાવે છે.
- પટેલ રિટેલની મોબાઇલ એપ્લિકેશન "પટેલ'સ આર માર્ટ" આઇઓએસ અને એન્ડ્રોઇડ બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે, જેમાં 86,000+ થી વધુ ડાઉનલોડ્સ અને 17,000 થી વધુ સક્રિય વપરાશકર્તાઓ છે.
નાણાકીય પ્રદર્શન:
- પટેલ રિટેલની કામગીરીમાંથી આવક નાણાકીય વર્ષ 2024માં ₹814.19 કરોડથી વધીને નાણાકીય વર્ષ 2025 માં ₹820.69 કરોડ થઈ છે.
- કર પછીનો નફો નાણાકીય વર્ષ 2024માં ₹22.53 કરોડથી 12.18% વધીને નાણાકીય વર્ષ 2025 માં ₹25.28 કરોડ થયો છે.
મુખ્ય મેનેજર્સ:
- ફેન્ડેક્સ સિક્યુરિટીઝ પ્રાઇવેટ લિમિટેડ આ ઓફરના એકમાત્ર બુક-રનિંગ લીડ મેનેજર છે.
- બિગશેર સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડ ઓફરના રજીસ્ટ્રાર છે.
શેરની ફાળવણી:
- નેટ ઇશ્યુના 30% થી વધુ હિસ્સો લાયક સંસ્થાકીય ખરીદદારો (QIBs) માટે પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે નહીં.
- ઓફરનો ઓછામાં ઓછો 25% હિસ્સો બિન-સંસ્થાકીય રોકાણકારો માટે ઉપલબ્ધ રહેશે.
- ઓછામાં ઓછો 45% હિસ્સો રિટેલ વ્યક્તિગત રોકાણકારો માટે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે.