Patel Retail IPO GMP Today: મહારાષ્ટ્રની જાણીતી સુપરમાર્કેટ ચેઇન પટેલ રિટેલનો IPO 19 ઓગસ્ટે સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્યો હતો અને આજે, 21 ઓગસ્ટ સુધી તેમાં રોકાણ કરી શકાય છે. અનલિસ્ટેડ બજારમાં મળતા ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP)ને કારણે આ IPO પહેલેથી જ ચર્ચામાં છે અને તેને સારા પ્રીમિયમ પર લિસ્ટ થવાની અપેક્ષા છે. કંપની આ ઇશ્યૂ દ્વારા કુલ ₹242.76 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. આ આર્ટિકલમાં જાણો પટેલ રિટેલ IPOનું પ્રાઇસ બેન્ડ, લેટેસ્ટ GMP અને મહત્વની તારીખ સહિતની જાણકારી.
Patel Retail IPO: પ્રાઇસ બેન્ડ
પટેલ રિટેલ IPO પ્રાઇસ બેન્ડ શેર દીઠ રૂ. 237-255 છે. એક એપ્લિકેશન સાથે મહત્તમ લોટ સાઈઝ 58 શેર છે. રિટેલ રોકાણકારો માટે મહત્તમ રોકાણની રકમ 14,790 રૂપિયા છે.
Patel Retail IPO: લેટેસ્ટ GMP
investorgain.com ના જણાવ્યા અનુસાર, ગ્રે માર્કેટમાં, પટેલ રિટેલનો શેર IPOના અપર પ્રાઇસ બેન્ડમાં રૂ. 237 થી રૂ. 255 સુધીના 19.61%ના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો છે. આના આધારે, શેર 305 રૂપિયાની કિંમતે લિસ્ટ થઈ શકે છે. જો કે, આ એક અનુમાન છે.
Patel Retail IPO: મહત્વપૂર્ણ તારીખો
પટેલ રિટેલ IPO સબ્સ્ક્રિપ્શન માટે 19 ઓગસ્ટના રોજ ખુલ્યો છે. જેને 21 ઓગસ્ટ, 2025 સુધી ભરી શકાશે. શેર એલોટમેન્ટ 22 ઓગસ્ટના રોજ થશે, જ્યારે BSE, NSE પર શેર લિસ્ટિંગ 26 ઓગસ્ટના રોજ થશે.
નોંધ - કોઈપણ IPOમાં નાણાંનું રોકાણ કરતા પહેલા માર્કેટ એક્સપર્ટની સલાહ ચોક્કસ લો.