September 2025 Rule Changes: 1 સપ્ટેમ્બરથી બદલાશે ઘણા નિયમો, ચાંદી, SBI કાર્ડ અને LPGના ભાવ સહિત 6 મહત્વના ફેરફારો

દર મહિનાની પહેલી તારીખે થતા ફેરફારોની જેમ, આ વખતે પણ ચાંદી, એલપીજીના ભાવ અને બેંકિંગ નિયમો સહિત અનેક ક્ષેત્રોમાં નવા નિયમો લાગુ થશે.

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Fri 29 Aug 2025 10:28 AM (IST)Updated: Fri 29 Aug 2025 10:28 AM (IST)
new-rules-change-from-september-1-2025-including-lpg-price-atm-withdrawal-fd-rates-593557
HIGHLIGHTS
  • 1 સપ્ટેમ્બરથી SBI કાર્ડના નિયમોમાં ફેરફાર, ચાંદી પર હોલમાર્કિંગ ફરજિયાત અને LPG, CNG, PNGના ભાવમાં બદલાવ શક્ય.
  • રજિસ્ટર્ડ પોસ્ટનું સ્પીડ પોસ્ટ સાથે મર્જર થશે અને GST કાઉન્સિલ બેઠકમાં ટેક્સ સ્લેબમાં ફેરફાર થઈ શકે છે.
  • સપ્ટેમ્બર 2025માં બેંકો 15 દિવસ બંધ રહેશે અને ATF ભાવમાં બદલાવથી હવાઈ ટિકિટ પર અસર પડશે.

New Rules Change From September 1, 2025: આગામી 1 સપ્ટેમ્બર, 2025થી દેશમાં ઘણા મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે, જેની સીધી અસર સામાન્ય નાગરિકના ખિસ્સા પર પડશે. દર મહિનાની પહેલી તારીખે થતા ફેરફારોની જેમ, આ વખતે પણ ચાંદી, એલપીજીના ભાવ અને બેંકિંગ નિયમો સહિત અનેક ક્ષેત્રોમાં નવા નિયમો લાગુ થશે. આ ફેરફારો અંગે આ આર્ટિકલમાં જાણકારી આપવામાં આવી છે. જાણો.

SBI કાર્ડના નિયમોમાં ફેરફાર

જો તમે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)ના ક્રેડિટ કાર્ડ ધારક છો, તો આ સમાચાર તમારા માટે મહત્વના છે. SBIની વેબસાઇટ પરની માહિતી અનુસાર, હવેથી Lifestyle Home Centre SBI કાર્ડ અને Lifestyle Home Centre SBI કાર્ડ સિલેક્ટના ધારકોને ડિજિટલ ગેમિંગ અને સરકારી પોર્ટલ પરના પેમેન્ટ માટે રિવોર્ડ પોઈન્ટ્સ મળશે નહીં. આ બંનેને રિવોર્ડ પોઈન્ટ્સની યાદીમાંથી હટાવી દેવામાં આવ્યા છે.

ચાંદીના ઝવેરાત પર હોલમાર્કિંગ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 1 સપ્ટેમ્બરથી ચાંદીના ઘરેણાં પર હોલમાર્કિંગ સિસ્ટમ ફરજિયાત બનાવવામાં આવી શકે છે. આ નિયમ લાગુ થવાથી ગ્રાહકો ચાંદીની શુદ્ધતા સરળતાથી ચકાસી શકશે. અત્યાર સુધી માત્ર સોનાના ઘરેણાં પર હોલમાર્કિંગ ફરજિયાત હતું, જે હવે ચાંદી પર પણ લાગુ થશે.

GST કાઉન્સિલની બેઠક અને સંભવિત ફેરફારો

જીએસટી કાઉન્સિલની 56મી બેઠક 3 અને 4 સપ્ટેમ્બર, 2025ના રોજ નવી દિલ્હીમાં યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં ઘણા મહત્વના નિર્ણયો લેવાઈ શકે છે. અહેવાલો અનુસાર, સરકાર જીએસટી ટેક્સ સ્લેબમાં મોટો ફેરફાર કરી શકે છે. હાલના ચાર સ્લેબને બદલે માત્ર બે ટેક્સ સ્લેબ (5% અને 12%) રાખવાનો નિર્ણય લેવાઈ શકે છે, જેનાથી સામાન્ય માણસને સીધો ફાયદો થશે.

LPG સિલિન્ડરના ભાવમાં વધ-ઘટ (LPG Cylinder Price)

દર મહિનાની પહેલી તારીખે ગેસ એજન્સીઓ દ્વારા એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરવામાં આવે છે. 1 સપ્ટેમ્બર, 2025ના રોજ પણ એલપીજીના ભાવમાં વધારો કે ઘટાડો થવાની શક્યતા છે, જે ગ્રાહકોના માસિક બજેટને અસર કરી શકે છે.

રજિસ્ટર્ડ અને સ્પીડ પોસ્ટ સેવાઓનું મર્જર

પોસ્ટ ઓફિસમાં પણ મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. જાહેરાત મુજબ, 1 સપ્ટેમ્બર, 2025થી રજિસ્ટર્ડ પોસ્ટને સ્પીડ પોસ્ટ સેવા સાથે મર્જ કરવામાં આવશે. આનો અર્થ એ થશે કે રજિસ્ટર્ડ પોસ્ટ માટે હવે કોઈ અલગ સેવા રહેશે નહીં અને તમામ રજિસ્ટર્ડ પોસ્ટ સ્પીડ પોસ્ટ તરીકે જ મોકલવામાં આવશે.

CNG અને PNG ગેસના ભાવમાં ફેરફારની શક્યતા

છેલ્લા કેટલાક સમયથી સીએનજી અને પીએનજીના ભાવ સ્થિર રહ્યા છે, પરંતુ 1 સપ્ટેમ્બરથી તેમના ભાવમાં ફેરફાર થવાની શક્યતા છે. ગેસ કંપનીઓ સમયાંતરે ભાવની સમીક્ષા કરતી રહે છે, અને સપ્ટેમ્બરમાં ભાવમાં વધારો કે ઘટાડો થઈ શકે છે.

સપ્ટેમ્બર 2025માં બેંક હોલિડે

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા જાહેર થયેલી યાદી અનુસાર, સપ્ટેમ્બર મહિનામાં દેશભરની બેંકો કુલ 15 દિવસ માટે બંધ રહેશે. આ રજાઓ તહેવારો અને વીકએન્ડને કારણે છે. જો કે, ગ્રાહકો માટે ઓનલાઈન બેંકિંગ, UPI અને ATM જેવી ડિજિટલ સેવાઓ ચાલુ રહેશે.

ATF ભાવમાં ફેરફાર

1 સપ્ટેમ્બરથી એર ટર્બાઇન ફ્યુઅલ (ATF) ના ભાવમાં પણ ફેરફાર થવાની શક્યતા છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દર મહિને LPG સાથે ATF ના ભાવમાં સુધારો કરે છે, જે સીધો જ હવાઈ મુસાફરીના ટિકિટ ભાવે અસર કરે છે.