GST Reform: ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ (GST)ને તર્ક સંગત કરવા અંગે બનેલ ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ (GoM)એ બે દરોવાળી GST સ્લેબ સ્ટ્રક્ચરને મંજૂરી આપી છે. બિહારના ડેપ્યુટી CM સમ્રાટ ચૌધરીએ આ અંગે માહિતી આપી છે.
આ નિર્ણયલથી ટેક્સ વ્યવસ્થા વધુ સરળ બનશે અને કન્ઝ્યુમર્સ તથા કારોબારીઓ બન્નેને લાભ મળશે. હજુ સુધી GST (Goods and Services Tax)માં અનેક પ્રકારના દરો લાગૂ હતા. સરકારે તેને સરળ કરવા માટે ફક્ત બે સ્લેબ 5 ટકા અને 18 ટકાની દરખાસ્ત રજૂ કરી છે. સરકારે 12 ટકા અને 18 ટકાના GST સ્લેબને ખતમ કરવાની દરખાસ્ત છે.
બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ જણાવ્યું હતું કે મંત્રીમંડળ પોતાનો અહેવાલ GST કાઉન્સિલને મોકલશે. તેમણે કહ્યું કે દરોમાં ઘટાડા પર રાજ્યોમાં સર્વસંમતિ છે. જોકે લક્ઝરી વસ્તુઓ પર કર વધારવાની ભલામણ કરવામાં આવી છે. આવી ખાસ લક્ઝરી વસ્તુઓ પર 40 ટકા સુધી GST લાદવાનું સૂચન કરવામાં આવ્યું છે અને એવો અંદાજ છે કે આ સ્લેબમાં 5 થી 7 વસ્તુઓનો સમાવેશ થઈ શકે છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર તરફથી મળેલા પ્રસ્તાવોમાં દરેક વ્યક્તિએ પોતાનો મુદ્દો રજૂ કર્યો છે અને અમે તેને GST કાઉન્સિલને મોકલી દીધો છે.
આ પણ વાંચો
હવે GST કાઉન્સિલ નિર્ણય લેશે
સમ્રાટ ચૌધરીએ કહ્યું કે હવે GST કાઉન્સિલ તેના પર નિર્ણય લેશે અને અમે કેન્દ્ર સરકારના બે સ્લેબ નાબૂદ કરવાના પ્રસ્તાવો પર વિચારણા કરી અને સમર્થન આપ્યું છે અને હવે GST કાઉન્સિલ તેના પર નિર્ણય લેશે. અમે GoM વતી સ્પષ્ટ નિર્ણય લીધો છે કે અમે 12 ટકા અને 28 ટકા ટેક્સ સ્લેબ નાબૂદ કરવાના સરકારના બે પ્રસ્તાવોને સમર્થન આપ્યું છે.