India Most Wealthy Family: દેશના સૌથી સમૃદ્ધ પરિવારોમાં અંબાણી ઉપરાંત અદાણી, બિરલા અને જીંદાલ ફેમિલીનો છે દબદબો

ગૌતમ અદાણીનું અદાણી ગ્રુપ પહેલી પેઢીના કૌટુંબિક વ્યવસાયમાં નંબર વન છે. અદાણી ગ્રુપે 14 લાખ કરોડ રૂપિયાના વ્યવસાયિક મૂલ્યાંકન સાથે આ સ્થાન પ્રાપ્ત કર્યું છે.

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Wed 13 Aug 2025 06:38 PM (IST)Updated: Wed 13 Aug 2025 06:38 PM (IST)
hurun-india-list-apart-from-the-ambani-family-the-adani-birla-and-jindal-families-are-among-the-richest-families-in-the-country-584714
HIGHLIGHTS
  • બીજા સ્થાન પર કુમાર મંગલમ બિરલાના પરિવાર છે.
  • તેમના બિઝનેસનું વેલ્યુએશન રૂપિયા 1.1 લાખ કરોડની વૃદ્ધિ સાથે રૂપિયા 6.5 લાખ કરોડ પહોંચી ગઈ છે

Hurun India Most Valuable Family Businesses 2025: હુરુન ઈન્ડિયા મોસ્ટ વેલ્યુએબલ ફેમિલી બિઝનેસની માહિતી સામે આવી છે. વર્ષ 2025માં ભારતના સૌથી સમૃદ્ધ પરિવારોમાં આ વખતે પણ અંબાણી પરિવાર સૌથી મોખરાના સ્થાને છે.

તેમના બિઝનેસ એમ્પાયરનું વેલ્યુએશન રૂપિયા 28 લાખ કરોડ છે, જે ભારતના GDPનો 12મા ભાગની સમકક્ષ છે. ત્યારબાદ બીજા સ્થાન પર કુમાર મંગલમ બિરલાના પરિવાર છે. તેમના બિઝનેસનું વેલ્યુએશન રૂપિયા 1.1 લાખ કરોડની વૃદ્ધિ સાથે રૂપિયા 6.5 લાખ કરોડ પહોંચી ગઈ છે. ત્રીજા સ્થાન પર રૂપિયા 1 લાખ કરોડની વૃદ્ધિ સાથે જીંદાલ પરિવારનું નામ છે. તેમના બિઝનેસ વેલ્યુએશન રૂપિયા 5.7 લાખ કરોડ છે.

પહેલી પેઢીના કૌટુંબિક વ્યવસાયમાં અદાણી નંબર વન છે
આ ઉપરાંત, ગૌતમ અદાણીનું અદાણી ગ્રુપ પહેલી પેઢીના કૌટુંબિક વ્યવસાયમાં નંબર વન છે. અદાણી ગ્રુપે 14 લાખ કરોડ રૂપિયાના વ્યવસાયિક મૂલ્યાંકન સાથે આ સ્થાન પ્રાપ્ત કર્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દેશના 300 સૌથી મૂલ્યવાન પરિવારોની કુલ સંપત્તિ 140 લાખ કરોડ રૂપિયા (1.6 ટ્રિલિયન ડોલર) થી વધુ છે. આ દેશના કુલ સ્થાનિક ઉત્પાદન (GDP)ના 40 ટકા સુધી છે.

પરિવારોની આવક કેટલી વધી છે?
રિપોર્ટ મુજબ આ વખતે અંબાણી પરિવારની સંપત્તિમાં ગયા વર્ષની સરખામણીમાં 10 ટકાનો વધારો થયો છે. ગૌતમ અદાણીના પરિવારને 'પ્રથમ પેઢીના ઉદ્યોગસાહસિક' તરીકે પારિવારિક ઉદ્યોગપતિઓમાં ટોચ પર સ્થાન આપવામાં આવ્યું છે. રિપોર્ટ મુજબ, છેલ્લા એક વર્ષમાં કુમાર મંગલમ બિરલા પરિવારની સંપત્તિમાં 20 ટકાનો વધારો થયો છે, જે હવે 6.47 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે.

યાદીમાં 100 નવા પરિવારોનો ઉમેરો થયો
ગત વખતની સરખામણીમાં આ યાદીમાં 100 નવા પરિવારોનો ઉમેરો થયો છે, ત્યારબાદ યાદીમાં 300 નામો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો તેમની મિલકતને એકસાથે ઉમેરવામાં આવે તો તે તુર્કી અને ફિનલેન્ડના સંયુક્ત GDP કરતાં વધુ છે જે 134 લાખ કરોડ રૂપિયા છે.