Renew Driving Licence Online: ગુજરાત રાજ્યમાં ડ્રાઈવિંગ લાઈસન્સને કેવી રીતે કરી શકાય છે રિન્યુઅલ, જાણો આ અંગેની સંપૂર્ણ માહિતી

મોટર વ્હિકલ્સ ધારા,1988 (Motor Vehicles Act 1988) પ્રમાણે વાહનોની માલિકી ધરાવતી વ્યક્તિઓએ ડ્રાઈવિંગ લાઈસન્સ (Driving Licence) હોવું જરૂરી છે. આ અત્યંત મહત્વના દસ્તાવેજ માન્ય સમયગાળામાં સાથે હોય છે અને તેની મુદત પૂરી થઈ જાય (Expired) તે અગાઉ રિન્યૂ કરાવવા જરૂરી છે.

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Fri 21 Jun 2024 05:56 PM (IST)Updated: Fri 21 Jun 2024 06:06 PM (IST)
how-to-renew-driving-licence-in-gujarat-online-fees-required-documents-process-350371

How to Renew Driving Licence in Gujarat Online in 2024: તાજેતરમાં એક અહેવાલ પ્રમાણે ગુજરાત રાજ્યમાં મોટાભાગના પરિવારોમાં 2 કરતાં વધારે વાહનો છે. સતત વધી રહેલી વાહનોની માલિકી વચ્ચે ડ્રાઈવિંગ લાઈસન્સ રિન્યૂને લગતી પ્રક્રિયા તથા તેની માન્યતા અંગે જાણકારી મેળવવી જરૂરી છે.

મોટર વ્હિકલ્સ ધારા,1988 (Motor Vehicles Act 1988) પ્રમાણે વાહનોની માલિકી ધરાવતી વ્યક્તિઓએ ડ્રાઈવિંગ લાઈસન્સ (Driving Licence) હોવું જરૂરી છે. આ અત્યંત મહત્વના દસ્તાવેજ માન્ય સમયગાળામાં સાથે હોય છે અને તેની મુદત પૂરી થઈ જાય (Expired) તે અગાઉ રિન્યૂ કરાવવા જરૂરી છે.

આજે આપણે ગુજરાતમાં ડ્રાઈવિંગ લાઈસન્સ (Driving Licence In Gujarat)ને કેવી રીતે રિન્યૂવલ (Renewal) કરાવી શકાય છે તે અંગે માહિતી મેળવશું.

પગલું 1: પરિવહન સેવાની અધિકૃત વેબસાઈટની મુલાકાત લો. 'ડ્રાઈવિંગ લાઈસન્સ રિલેટેડ સર્વિસિસ'ને ઓનલાઈન સર્વિસિસ ડ્રોપ-ડાઉન યાદીમાંથી પસંદ કરો.

પગલું 2: ત્યારબાદ તમે એક નવા વેબપેજ પર જશો. અહીં રાજ્યનું નામ, જેમ કે ગુજરાત પસંદ કરો, ત્યારબાદ DL પરથી સર્વિસિસ પસંદ કરો (જેમ કે રિન્યુઅલ/ડુપ્લિકેટ/AEDL/અન્યો)'

પગલું 3: વેબ પેજ સાથે સ્ક્રીન પર તમને કેટલીક સૂચનાઓ જોવા મળશે. 'કન્ટીન્યુ' પર ક્લિક કરો.વેબ પેજ સાથે સ્ક્રીન પર તમને કેટલીક સૂચનાઓ જોવા મળશે. 'કન્ટીન્યુ' પર ક્લિક કરો.

પગલું 4: હવે, સંબંધિત વિગત જેમ કે તમારા ડ્રાઈવિંગ લાઈન્સનો નંબર, જન્મ તારીખ, વગેરે અને 'પ્રોસેસ' પર ક્લિક કરો.

પગલું 5: ફરી વખત તમને નવા વેબપેજ પર લઈ જવામાં આવશે.અહીં, પૃષ્ટી માટે તમામ વિગતો આપવામાં આવેલ છે અને 'કન્ટીન્યૂ' પર ક્લિક કરવું. ત્યારબાદ, તમે જે વિગતોને અપડેટ કરવા માગતા હોય તેને પસંદ કરો અને 'પ્રોસેસ' વિકલ્પ પર ક્લિક કરો અને 'રિન્યૂવલ' વિકલ્પને પસંદ કરો.

પગલું 6: આવશ્યક માહિતી પૂરી પાડો અને 'કન્ફર્મ' પર ક્લિક કરો. છેલ્લા પૂરી પાડવામાં આવેલ માહિતીને ધ્યાનપૂર્વક વાંચો અને 'પ્રિન્ટ' પર આ અંગે એકનોલેજમેન્ટ આપો.

ત્યારબાદ તમારે આવશ્યક ડ્રાઈવિંગ લાઈસન્સ સાથે RTO ઓફિસ અથવા ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટની ઓફસની મુલાકાત લેવાની રહેશે. અહીં ઓનલાઈન ડ્રાઈવિંગ લાઈસન્સની અરજી પ્રક્રિયા પૂરી કરવા ફી ભરવાની રહેશે.

ગુજરાતમાં ડ્રાઈવિંગ લાઈસન્સ રિન્યૂઅલ માટે અત્યંત મહત્વના દસ્તાવેજોની યાદી નીચે પ્રમાણે છે.

  • અહીં એક્સપાયર્ડ ડ્રાઈવિંગ લાઈસન્સ
  • 9 સંપૂર્ણ ભરેલ અરજી ફોર્મ નંબર 9
  • સંપૂર્ણ ભરેલ અરજી ફોર્મ નંબર 1A
  • આધાર કાર્ડ
  • ઉંમરનો પૂરાવો
  • પાસપોર્ટ સાઈઝનો ફોટો