Abril Paper Tech Ltd IPO, Date, Price, GMP, Review, Latest News: સુરત સ્થિત લિડિંગ મેન્યુફેક્ચરર એન્ડ સપ્લાયર ઓફ સબ્લિમેશન હિટ ટ્રાન્સફર પેપર એબ્રિલ પેપર ટેક લિમિટેડ SME પબ્લિક ઈશ્યૂ દ્વારા રૂ. 13.42 કરોડ રૂપિયા એકત્રિત કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. કંપનીને બોમ્બે સ્ટોક એક્સચેન્જના SME પ્લેટફોર્મ પર તેનો પબ્લિક ઇશ્યૂ લોન્ચ કરવાની મંજૂરી મળી ગઈ છે.
આ પબ્લિક ઇશ્યૂ 29 ઓગસ્ટ, 2025ના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલશે અને 02 સપ્ટેમ્બર, 2025ના રોજ બંધ થશે. ઇન્ટરેક્ટિવ ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડ આ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર છે.
પ્રિન્સ લાઠિયા, વિપુલ ડોબરિયા અને આશિષવિન લાઠિયા દ્વારા સ્થાપિત અને પ્રમોટ કરાયેલી, કંપની સબલિમેશન અને હીટ ટ્રાન્સફર પેપર સોલ્યુશન્સમાં આઠ વર્ષથી વધુની ઈન્ડસ્ટ્રી એક્સપર્ટિઝ લાવે છે.
હાલમાં, એબ્રિલ સુરતમાં વાર્ષિક 600 લાખ મીટરની સ્થાપિત ક્ષમતા સાથે ઉત્પાદન અને વેરહાઉસિંગ સુવિધા ચલાવે છે. એક્સપાન્શન પછી, કેપેસિટિ વધીને વાર્ષિક 1,450 લાખ મીટર થશે, જે ડિજિટલ પ્રિન્ટિંગ સોલ્યુશન્સ માટે રચાયેલા ઉચ્ચ-ગુણવત્તાવાળા સબલિમેશન પેપર્સ માટે અદ્યતન ટેકનોલોજીથી સજ્જ છે.
કંપની બહુવિધ GSM સ્પષ્ટીકરણો, 30, 65, 75, અને 90 GSMમાં સબલિમેશન હીટ ટ્રાન્સફર પેપરમાં નિષ્ણાત છે, જે પ્રિન્ટિંગ, ગાર્મેન્ટ્સ, ટેક્સટાઇલ, હોઝિયરી, કર્ટેન્સ અને ફર્નિચર ઉદ્યોગોમાં વિવિધ એપ્લિકેશનોને પૂર્ણ કરે છે.
વધુમાં, એબ્રિલ એક્સપોર્ટ માર્કેટ પર મજબૂત ધ્યાન કેન્દ્રિત કરીને હીટ ટ્રાન્સફર પેપર, વિશિષ્ટ ફ્રેમ્સ અને PP શીટ્સના ઉત્પાદન માટે સુવિધાઓ સ્થાપિત કરીને એકીકરણને આગળ ધપાવવાની યોજના બનાવી રહી છે.
ભારતના 17 રાજ્યોમાં તેની મજબૂત B2B હાજરી ઉપરાંત, એબ્રિલ કેક, FMCG પેકેજિંગ અને રેડીમેડ ગાર્મેન્ટ્સ માટે ડિઝાઇન પ્રિન્ટિંગમાં ઉચ્ચ-માર્જિન તકોનો લાભ લઈને, ઓનલાઈન અને ડીલર નેટવર્ક્સ દ્વારા તેના B2C ફૂટપ્રિન્ટને મજબૂત બનાવવાનું પ્લાનિંગ ધરાવે છે.
IPO પર ટિપ્પણી કરતા, એબ્રિલ પેપર ટેક લિમિટેડના નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી પ્રિન્સ લાઠિયાએ જણાવ્યું હતું કે, “આ IPO અમારી ગ્રોથ જર્નીમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. અમે સબલિમેશન અને હીટ ટ્રાન્સફર પેપર ઉદ્યોગમાં મજબૂત પાયો બનાવ્યો છે અને નવા ફંડ અમને ક્ષમતા વધારવા, ટેકનોલોજીને અપગ્રેડ કરવા અને અમારી બજારમાં હાજરીને મજબૂત બનાવવા સક્ષમ બનાવશે. અમારું વિઝન હાઈ ક્વોલિટી પ્રિન્ટિંગ સોલ્યુશન્સમાં એબ્રિલને વિશ્વસનીય નામ તરીકે સ્થાન આપવાનું અને અમારા હિસ્સેદારોને સુસંગત મૂલ્ય પહોંચાડવાનું છે.”
આ ઇશ્યૂનો હેતુ મલ્ટિપલ ઓબ્જેક્ટિવ્સ માટે ફંડ એકત્ર કરવાનો છે. રૂ. 5.40 કરોડનો ઉપયોગ વધારાના 2 સંપૂર્ણ ઓટોમેટિક સબલિમેશન પેપર કોટિંગ અને સ્લિટિંગ મશીનો માટે કરવામાં આવશે. રૂ. 5 કરોડનો ઉપયોગ કાર્યકારી મૂડી જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે કરવામાં આવશે. રૂ. 2.01 કરોડનો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે જ્યારે રૂ. 1.01 કરોડનો ઉપયોગ IPO ખર્ચ માટે કરવામાં આવશે.
રૂ. 13.42 કરોડની ઈનિશિયલ પબ્લિક ઓફરિંગમાં 10 રૂપિયાના ફેસ વેલ્યુના 22,00,000 શેરનો નવો ઇશ્યૂ શામેલ છે. કંપનીએ રૂ. 5ની નિશ્ચિત કિંમત નક્કી કરી છે. પબ્લિક ઇશ્યૂ માટે પ્રતિ ઇક્વિટી શેર 61 નક્કી કર્યા છે. 1,12,000 શેર માર્કેટ મેકર્સ માટે રિઝર્વ છે અને 20,88,000 શેર પબ્લિક ઇશ્યૂ માટે છે.
જેની લોટ સાઈઝ 2000 છે અને રિટેલ ઈન્વેસ્ટર્સ માટે લોટ સાઈઝ 2 લોટ (4000 શેર) છે, જેનું રોકાણ રૂ. 2,44,000 છે. HNI માટે મિનિમમ લોટ સાઈઝ ઈન્વેસ્ટમેન્ટ 3 લોટ (6000 શેર) છે, જેનું રોકાણ રૂ. 3,66,000 છે. ઇશ્યૂ પછી શેરહોલ્ડિંગ 79,81,840 શેર હશે, જે હાલમાં 57,81,840 શેર છે.