Shefali Jariwala (શેફાલી જરીવાલા)

Created By: Gujarati Jagran
19 વર્ષની ઉંમરે 'કાંટા લગા' ગીતથી રાતોરાત સ્ટાર બની શેફાલી જરીવાલાનું 42 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેનો જન્મ 15 ડિસેમ્બર 1982માં થયો હતો. તેણે પરાગ ત્યાગી સાથે 2014માં લગ્ન કર્યા હતા. ગુજરાતી પરિવારમાં જન્મેલી શેફાલીએ આણંદની સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી ઈન્ફોર્મેશન ટેક્નોલોજીમાં એન્જિનિયરિંગ કર્યું હતું.
તે બૂગીબૂગી, નચ બલિયે, બિગ બોસ સહિતના ટીવી શોમાં જોવા મળી હતી. પરાગ ત્યાગી સાથે તેના બીજા લગ્ન હતા, તેણે પહેલા લગ્ન હરમીત સિંહ સાથે 2004માં કર્યા હતા અને 2009માં છૂટાછેડા લીધા હતા.

















