Parag Tyagi Emotional Post: 'કાંટા લગા' ફેમ શેફાલી જરીવાલાનું 27 જૂન 2025 ના રોજ 42 વર્ષની વયે કાર્ડિયાક અરેસ્ટને કારણે મોત થયું. તેમના પતિ પરાગ ત્યાગી અત્યાર સુધી આ પીડાથી મૌન હતા. હવે તેમણે સોશિયલ મીડિયા પર એક ભાવુક પોસ્ટ શેર કરી છે. પરાગે પોસ્ટમાં લખ્યું કે શેફાલી, મારી પરી, હંમેશા માટે કાંટો લાગ્યો. જે આંખોથી દેખાય છે તેના કરતાં તું વધારે હતી.
શેફાલી જરીવાલાના મોત બાદ પતિ પરાગ ત્યાગીની પોસ્ટ
આ પણ વાંચો
પરાગે પોસ્ટમાં આગળ લખ્યું કે તેના બધા ટાઈટલ્સ અને સિદ્ધિઓ ઉપરાંત શેફાલી પ્રેમનું સૌથી નિઃસ્વાર્થ સ્વરૂપ હતું. તે બધા માટે માતા હતી. હંમેશા બીજાઓને પ્રથમ રાખતી. ફક્ત તેની હાજરીથી જ હૂંફ અને દિલાસો આપતી. એક ઉદાર પુત્રી. એક સમર્પિત અને પ્રેમાળ પત્ની અને સિમ્બાની એક અદ્ભુત માતા. એક પ્રોટેક્ટિવ અને માર્ગદર્શક બહેન અને માસી. એક અત્યંત વફાદાર મિત્ર જે હિંમત અને કરુણા સાથે તેના પ્રિયજનોની પડખે ઉભી રહી.
પોસ્ટના અંતમાં પરાગે જણાવ્યું કે શેફાલીને હંમેશા તેની રોશનીથી યાદ કરવામાં આવશે. જે રીતે તેણે લોકોને ખુશી આપી. તે માત્ર પ્રેમથી ભરેલી હતી અને તેનું સ્થાન દરેકના દિલમાં ફ્કત પ્રેમથી ભરેલું રહે, તેની કહાણીઓ જીવંત રહે તેવી આશા વ્યક્ત કરું છું. એક એવી આત્મા કે જે ઉજ્જવળ છે તેને ક્યારેય ભૂલી શકાશે નહિ, અનંતકાળ સુધી હું તને પ્રેમ કરું છું.
