Naroda Assembly (નરોડા વિધાનસભા)

Created By: Rakesh Shukla
નરોડા બેઠક ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 47મા નંબરની બેઠક છે. આ બેઠક અમદાવાદ જિલ્લામાં આવેલી છે અને તેની લોકસભા બેઠક અમદાવાદ ઇસ્ટ છે. 1990થી નરોડા બેઠકને ભાજપનો ગઢ માનવામાં આવે છે. આ બેઠકમાં અમદાવાદ મહાનગરપાલિકાના ત્રણ વોર્ડનો સમાવેશ કરવામાં આવ્યો છે. વર્ષ 2002માં ગુજરાતમાં રમખાણ ફાટી નીકળ્યા હતા જેની સૌથી વધુ અસર નરોડા વિસ્તારમાં જોવા મળી હતી. નરોડા પાટિયા કાંડ સમગ્ર દેશમાં એ સમયે ચર્ચાસ્પદ રહ્યો હતો. નરોડા પાટિયા કાંડમાં થયેલા નરસંહારમાં 97 લોકોની હત્યા કરવામાં આવી હતી. 2022માં આ બેઠક પરથી








