નરોડા વિધાનસભા બેઠક પર ભાજપના ડૉ પાયલ કુકરાણીની ભવ્ય જીત

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Thu, 08 Dec 2022 12:05 PM (IST)Updated: Thu, 08 Dec 2022 05:16 PM (IST)
naroda-assembly-constituency-gujarat-election-result-2022-live-updates-payal-kukarani-bjp-vs-meghraj-dodwani-ncp

નરોડા વિધાનસભા બેઠક પરિણામ 2022 (naroda Assembly Constituency Election Result 2022 Result) : અમદાવાદ શહેરની નરોડા વિધાનસભા બેઠક પરથી ભાજપ ઉમેદવાર ડૉ. પાયલ કુકરાણી 83,513 મતે વિજેતા થયા છે. જ્યારે બીજા ક્રમે આમ આદમી પાર્ટીના ઉમેદવાર આવ્યા છે.

ડૉ પાયલ કુકરાણીને આ બેઠક પર 71.49 ટકા મત મળ્યાં છે. જ્યારે બીજા ક્રમે રહેલી આમ આદમી પાર્ટીના ઓમપ્રકાશ તિવારીને માત્ર 18.54 ટકા મત જ મળ્યા છે. આ બેઠક પર કોંગ્રેસ અને NCP વચ્ચે ગઠબંધન કરવામાં આવ્યું હતુ. જે અંતર્ગત આ બેઠક પર NCPએ મેઘરજ ડોડવાણીને પોતાના ઉમેદવાર બનાવ્યા હતા. જેમને માત્ર 3.76 ટકા મત જ મળ્યા છે.

આ બેઠક પર ભાજપના પાયલ કુકરાણી, એનસીપીના મેઘરાજ ડોડવાણી અને આપના ઓમપ્રકાશ તિવારી વચ્ચે ખરાખરીનો જંગ છે.

  • બે રાઉન્ડની મત ગણતરીના અંતે નરોડા વિધાનસભા બેઠક પર ડૉ પાયલ કુકરાણી આગળ ચાલી રહ્યાં છે

નરોડા બેઠક પર કેટલા ઉમેદવાર મેદાનમાં

ઉમેદવાર પક્ષ
પાયલ કુકરાણી ભાજપ
મેઘરાજ ડોડવાણી એનસીપી
ઓમપ્રકાશ તિવારી આપ
ગૌતમ ત્રિવેદી ભારતીય નાગરિક સુરક્ષા પાર્ટી
નીતાબેન પ્રજાપતિ ગરવી ગુજરાત પાર્ટી
અર્ચનાબેન તાતડ જનસેવા ડ્રાઇવર પાર્ટી
રાકેશ સેલુકર જન સંઘર્ષ વિરાટ પાર્ટી
જ્યોતિબેન પાન્ડે સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટી
પ્રકાશસિંહ રાજપૂત જન મન પાર્ટી
સત્યમ પટેલ સરદાર વલ્લભભાઈ પાર્ટી
ધ્રવુસિંહ વિશરામ પચ્ચાસી પરિવર્તન સમાજ પાર્ટી
મિત્તલ પટેલ ભારતીય જન પરિષદ
મહેન્દ્રસિંહ ગોહિલ અપક્ષ
અમિત સુથાર અપક્ષ
બ્રિજેશ શર્મા અપક્ષ
રામકુમાર ગુલવાણી અપક્ષ
દિપાબેન સંતવાણી અપક્ષ

કેટલા ટકા મતદાન થયું
નરોડા બેઠક પર 156495 પુરુષ અને 139789 મહિલા મતદારો તથા 32 અન્ય મળી કુલ 296316 મતદાતાઓ છે. 2022ની વિધાનસભાની ચૂંટણીમાં આ બેઠક પર 52.78 ટકા મતદાન થયું છે.

નરોડા બેઠકની રસપ્રદ વિગત
નરોડા બેઠક ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 47મા નંબરની બેઠક છે. આ બેઠક અમદાવાદ જિલ્લામાં આવેલી છે અને તેની લોકસભા બેઠક અમદાવાદ ઇસ્ટ છે. 1990થી નરોડા બેઠકને ભાજપનો ગઢ માનવામાં આવે છે. આ બેઠકમાં અમદાવાદ મહાનગરપાલિકાના ત્રણ વોર્ડનો સમાવેશ કરવામાં આવ્યો છે. વર્ષ 2002માં ગુજરાતમાં રમખાણ ફાટી નીકળ્યા હતા જેની સૌથી વધુ અસર નરોડા વિસ્તારમાં જોવા મળી હતી. નરોડા પાટિયા કાંડ સમગ્ર દેશમાં એ સમયે ચર્ચાસ્પદ રહ્યો હતો. નરોડા પાટિયા કાંડમાં થયેલા નરસંહારમાં 97 લોકોની હત્યા કરવામાં આવી હતી.

શું હતી 2017ની સ્થિતિ
2017ની વિધાનસભાની ચૂંટણીમાં 14 પુરુષ અને 1 મહિલા મળી કુલ 15 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી 3 ઉમેદવારોના ફોર્મ રિજેક્ટ થતા 10 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાંથી 8 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઇ હતી. 1967થી 1968 સુધી આ બેઠક પર કોંગ્રેસનો કબ્જો રહ્યો હતો. 1981ની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવારની પ્રથમ વખત જીત થઈ હતી. 1985માં ફરીથી કોંગ્રેસ જીતી હતી. 1990થી 2017 સુધી આ બેઠક પર ભાજપનો કબ્જો રહ્યો છે.