મુળી (Muli)

Created By: Kajal Chauhan
મુળી તાલુકો મુખ્યત્વે માંડવરાયજી (સૂર્યદેવ) ના ભવ્ય મંદિર માટે જાણીતો છે. શાખાયત પરમાર રાજપૂતોનું આ મુખ્ય મથક રહ્યું છે, જેમના બલિદાનની ગાથાઓ ઇતિહાસમાં અમર છે. ભોગાવો નદી આ વિસ્તારની જીવાદોરી સમાન છે. અહીં સ્વામિનારાયણ સંપ્રદાયનું પણ ખૂબ જ સુંદર અને મોટું મંદિર આવેલું છે.










