Surendranagar News: મુળીના લીમલીમાં ધીંગાણું બાદ 4 રાઉન્ડ ફાયરિંગ, ધોકા, પાઈપ અને ધારિયાથી સામ સામે હુમલામાં 12 લોકો ઘવાયા

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Wed, 14 Feb 2024 12:16 PM (IST)Updated: Wed, 14 Feb 2024 12:16 PM (IST)
surendranagar-news-clash-between-two-group-12-injured-4-round-firing-in-limli-village-of-muli

Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સતત કથળતી જઈ રહી છે. મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના લીમલી ગામે મોડી રાત્રે જનરલ સ્ટોર ઉપર સામાન્ય બાબતે બોલાચાલી બાદ અલગ અલગ બે કોમના લોકો સામ સામે આવી ગયા હતા અને સામસામે શસ્ત્ર વડે ધીંગાણું કરવામાં આવ્યું હતું અને આ ધીંગાણા ના કારણે 12 થી વધુ લોકોને ગંભીર જાઓ પહોંચી છે. ત્યારે તમામને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને આ જ સંદર્ભે પોલીસ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી છે.

ઘટનાની જાણ થતા તાત્કાલિક ધોરણે સુરેન્દ્રનગર નાયબ પોલીસ અધિક્ષક તથા અન્યત્ર પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના લીમલી ગામે અમદાભાઈ વાટુકિયા નામના આધેડ લીમલી ગામે આવેલા જનરલ સ્ટોર ઉપર બેઠા હતા તે દરમિયાન ત્યાં આવનાર કિરીટસિંહ તથા અન્ય લોકો સાથે સામાન્ય બાબતે બોલા ચાલી થઈ હતી અને આ બોલાચાલી બાદ ઘટનાએ મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. પહેલા સામસામે ધોલ ધમાલ કરવામાં આવી હતી અને ત્યારબાદ આ ઘટનાને ગણતરીની કલાકોમાં મોટો અંજામ આપી દેવામાં આવ્યો હતો. બે જૂથો વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી બાદ અથડામણ સર્જાઈ હતી.

ધોકા પાઇપ ધાર્યા જેવા શસ્ત્રોથી હુમલો કરવામાં આવ્યો હતો સામસામે હુમલાના કારણે 12 થી વધુ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે તે એક જૂથના લોકોને સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે રાખવામાં આવ્યા છે અન્ય એક જૂથના જે લોકો ઇજાગ્રસ્ત થયા છે તેમને સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજ ખાતે સારવાર માટે રાખી અને આ બાબતે તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે આ પ્રકારની ઘટનાને લઇ અને હાલમાં ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને આ જ સંદર્ભે હવે પોલીસ વિભાગ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

લીમલી ગામે બનેલી ઘટનામાં અન્ય કારણો કારણભૂત
લીમલી ગામે બનેલી જૂથ અથડામણની ઘટનામાં અન્ય કારણભૂત કેટલાક કારણો સામે આવ્યા છે જેમાં ખાસ કરીને અંગત અદાવતમાં પ્રકારની ઘટનાને અંજામ આપવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે. બીજી તરફ સરપંચ વખતની ચૂંટણીનું મનદુ:ખ રાખી અને આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યા હોવાનું પણ આક્ષેપ કરાયો. અન્ય એક કારણ એ પણ આવ્યું છે સામે કે રાગદ્વેસ બીજા કોઈ સાથે હતો અને તમે કેમ સાથ સહકાર આપો છો કેમ કહીને પણ હુમલો કરાયા હોવાનું સામે આવ્યું છે અને અન્ય એક પક્ષ છે એવું પણ જણાવ્યું છે.

જૂથ અથડામણ દરમિયાન ફાયરિંગ કરવામાં આવ્યા હોવાનો પણ ઇજાગ્રસ્તોનો આક્ષેપ
લીમલી ગામે આ પ્રકારની ઘટના બની છે ત્યારે જૂથ અથડામણ દરમિયાન ફાયરિંગ કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ પણ ઇજાગ્રસ્તો દ્વારા કરવામાં આવ્યો છે ધોકા પાઇપ જેવા શસ્ત્ર વડે ધીંગાણું સર્જાયા બાદ ફાયરિંગ કરવામાં આવ્યા છે ચાર રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યા હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે આ જ પ્રકારની ઘટનાને લઇ અને મૂડી પોલીસે તપાસ હાથ ધરી છે જોકે હાલની પરિસ્થિતિ મુજબ પોલીસને આ કોઈ પણ પ્રકારના ફાયરિંગ કર્યા હોવાના પુરાવા નથી.

લીમલી ગામમાં શાંતિ જળવાઈ તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો
ઘટનાને લઇ અને સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના લીમલી ગામે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ગામમાં બંદોબસ્ત ગોઠવી દઈ અને શાંતિ જળવાય તે પ્રકારના પ્રયાસ પોલીસ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યા છે ખાસ કરીને હવે આ જૂથ અથડામણ કોઈ મોટી જૂથ અથડામણ ન બને તે માટે કારણભૂત રીતે બંને પક્ષો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.