Dhanteras (ધનતેરસ) 2026

Created By: Dharmendra Thakur
આસો વદ તેરસ એટલે ધનતેરસ, જે દિવસથી દિવાળી પર્વની શરૂઆત થાય છે. શ્રીમદ્ ભાગવત અને વિષ્ણુ પુરાણ જેવા ગ્રંથો મુજબ, સમુદ્ર મંથન દરમિયાન આ દિવસે ભગવાન ધન્વંતરી અમૃત કળશ સાથે પ્રગટ થયા હતા અને માતા લક્ષ્મીએ પુનઃ દેવોના લોકમાં વાસ કર્યો હતો. આ શુભ દિવસે લક્ષ્મીજી અને કુબેરદેવની પૂજા કરવામાં આવે છે.

















