Dhanteras Puja Vidhi in Gujarati: દિવાળીના પાવન પર્વની શરૂઆત ધનતેરસથી થાય છે. આ વર્ષે 2026 માં ધનતેરસનો તહેવાર 6 નવેમ્બરના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે ભગવાન ધન્વંતરી, માતા લક્ષ્મી અને કુબેર દેવતાની વિશેષ પૂજા કરવાનું ભારે મહત્વ રહેલું છે. ધાર્મિક માન્યતા છે કે આ દિવસે વિધિ-વિધાનથી પૂજા કરવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યનો વાસ થાય છે. આ ઉપરાંત, ધનતેરસના દિવસે નવી વસ્તુઓની ખરીદી કરવી પણ અત્યંત શુભ માનવામાં આવે છે. તો ચાલો વિગતવાર જાણીએ ધનતેરસની પૂજાનો શુભ મુહૂર્ત અને સાચી પૂજા વિધિ.
ધનતેરસ 2026 તારીખ (Dhanteras 2026 Date)
આ પણ વાંચો
ગુજરાતી કેલેન્ડર અનુસાર, દર વર્ષે આસો મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ ધનતેરસ ઉજવાય છે. આ વર્ષે ત્રયોદશી તિથિનો પ્રારંભ 6 નવેમ્બર 2026 ના રોજ સવારે 10:30 વાગ્યે થશે અને તેનું સમાપન 7 નવેમ્બરના રોજ સવારે 10:47 વાગ્યે થશે. તેથી ઉદયા તિથિ અને પ્રદોષ કાળને ધ્યાનમાં રાખીને, ધનતેરસનો તહેવાર 6 નવેમ્બર, શુક્રવારના રોજ મનાવવામાં આવશે.
ધનતેરસ 2026 શુભ મુહૂર્ત (Dhanteras 2026 Shubh Muhurat)
ધનતેરસના દિવસે પૂજા માટેનો સૌથી શ્રેષ્ઠ સમય પ્રદોષ કાળ માનવામાં આવે છે, જે 6 નવેમ્બરે સાંજે 05:59 થી 08:33 વાગ્યા સુધી રહેશે. આ સમયગાળા દરમિયાન દેવી-દેવતાઓની પૂજા કરવી ઉત્તમ ફળદાયી રહેશે. ધનતેરસ પૂજા માટે પ્રદોષ કાળ દરમિયાન આવતા 'સ્થિર લગ્ન' (વૃષભ લગ્ન) ને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. 6 નવેમ્બરે વૃષભ કાળ સાંજે 06:30 થી 08:28 વાગ્યા સુધી રહેશે. એવી માન્યતા છે કે સ્થિર લગ્નમાં લક્ષ્મી પૂજા કરવાથી માતા લક્ષ્મી ઘરમાં સ્થાયી રૂપે નિવાસ કરે છે.
ધનતેરસ પૂજા વિધિ (Dhanteras Puja Vidhi In Gujarati)
ધનતેરસના દિવસે વહેલી સવારે ઊઠીને સ્નાન કરી સ્વચ્છ તથા નવા વસ્ત્રો ધારણ કરો. ત્યારબાદ ઘરના મંદિર અને પૂજાસ્થળની સારી રીતે સફાઈ કરીને સૂર્યદેવને જળ અર્પણ કરો.
પૂજા માટેના સ્થાન પર દેવી લક્ષ્મી, ભગવાન ધન્વંતરી અને ભગવાન કુબેરની મૂર્તિ અથવા તસવીર સ્થાપિત કરો. સૌપ્રથમ દીવો પ્રગટાવી ચંદનનું તિલક કરો અને ત્યારબાદ વિધિપૂર્વક પૂજા તથા આરતી કરો. આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાનું પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
પૂજા દરમિયાન કુબેર મંત્ર 'ૐ હ્રીં કુબેરાય નમઃ' નો 108 વખત જાપ કરો અને ભગવાન ધન્વંતરીના સ્તોત્રનો પાઠ કરો. પૂજાના અંતે મીઠાઈ, ફળ તથા જરૂરિયાત મુજબની અન્ય વસ્તુઓનું દાન કરો.
ધાર્મિક માન્યતા અનુસાર, ધનતેરસના દિવસે શ્રદ્ધા અને ભક્તિપૂર્વક પૂજા કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે અને આર્થિક મુશ્કેલીઓમાંથી રાહત મળે છે.
ધનતેરસ પૂજા સામગ્રી (Dhanteras Puja Samagri In Gujarati)
ધનતેરસની પૂજા માટે રોલી, અક્ષત, ગાયનું ઘી, ખાંડ અથવા ગોળ, ધૂપ, ગંગાજળ, દીવો, લાકડાની ચૌકી, લાલ અથવા પીળું કપડું, રૂ, પૂજાની થાળી, કળશ, માળા, કપૂર, અગરબત્તી, પુષ્પો અને ફૂલોની માળ સહિતની સામગ્રી જરૂરી હોય છે. આ ઉપરાંત પૂજામાં દેવી લક્ષ્મી, ભગવાન ગણેશ અને ભગવાન કુબેરની મૂર્તિ અથવા તસવીર પણ રાખવામાં આવે છે.
ધનતેરસ પૂજા મંત્ર (Dhanteras Puja Mantra)
ગણપતિ મંત્ર:
वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ ।
निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा ॥
ધન્વંતરિ મંત્ર: ॐ नमो भगवते धन्वंतराय विष्णुरूपाय नमो नमः ॥
કુબેર મંત્ર: ऊँ यक्षाय कुबेराय वैश्रवणाय धनधान्याधिपतये धनधान्यसमृद्धिं में देहि दापय स्वाहा ॥
કુબેર પૂજા મંત્ર (અષ્ટ લક્ષ્મી સાથે): ॐ ह्रीं श्रीं क्रीं श्रीं कुबेराय अष्ट-लक्ष्मी मम गृहे धनं पुरय पुरय नमः ॥
લક્ષ્મી મંત્ર: ॐ श्रीं ह्रीं श्रीं महालक्ष्म्यै नमः ॥
લક્ષ્મી પૂજા મંત્ર: ऊँ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं ऊँ महालक्ष्मी नमः ॥
