Yuzvendra Chahal On RJ Mahvash: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલે તાજેતરમાં રાજ શમાણી સાથેના એક પોડકાસ્ટમાં પોતાના અંગત જીવનના સૌથી મુશ્કેલ તબક્કા વિશે ખુલીને વાત કરી છે. ચહલે આ દરમિયાન પોતાના મિત્રો, ક્રિકેટ, ડિવોર્સ અને વ્યક્તિગત જીવન અંગે દિલ ખોલીને ચર્ચા કરી, જેમાં આરજે મહવશનો પણ ઉલ્લેખ કર્યો હતો.
યુઝવેન્દ્ર ચહલે જણાવ્યું કે, તે જ્યારે ડિપ્રેશન અને આત્મહત્યાના વિચારોના તબક્કામાંથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે તેને ભારે નિરાશા ઘેરી વળી હતી. આ સમય દરમિયાન, ક્રિકેટ પણ તેને ખુશી આપી રહ્યું ન હતું અને તે સંપૂર્ણપણે નિરાશ થઈ ગયો હતો. તેણે આ તબક્કાને પોતાના જીવનનો 'સૌથી ખરાબ તબક્કો' ગણાવ્યો હતો.
આ મુશ્કેલ સમયમાંથી બહાર નીકળવામાં તેના નજીકના મિત્રો, ખાસ કરીને આરજે મહવશ, પ્રતીક પવાર, પ્રિયંક તલાન અને તેના પરિવારે તેમને મહત્વની ભૂમિકા ભજવી. ચહલે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, 'મહવશ, પ્રતીક, પ્રિયંક અને મારા પરિવારે મને ખૂબ સાથ આપ્યો. તેઓ મારી સાથે 24 કલાક રહેતા હતા અને એક ફોન કોલ પર મારી પાસે પહોંચી જતા હતા'. તેણે આ લોકોને 'ખરા મિત્રો અને પરિવાર જેવા' ગણાવ્યા, જેમણે મુશ્કેલ સમયમાં તેનો હાથ છોડ્યો નહીં.
ચહલે ભારપૂર્વક કહ્યું કે, જ્યારે તે સંપૂર્ણપણે નિરાશ થઈ ગયો હતો, ત્યારે મહવશ અને તેમના મિત્રોએ તેમને આ ખરાબ તબક્કામાંથી બહાર કાઢ્યા. તેણે ઉમેર્યું કે તેના મિત્રોએ તેને તેની સારી બાબતો, જેમ કે તેનું ક્રિકેટ અને તેનો સ્વભાવ, યાદ અપાવ્યા. તેને એમ પણ કહેવામાં આવ્યું કે 'આ સમય પણ પસાર થઈ જશે'.
ચહલે તેના આ મિત્રો અને પરિવારની મદદને ક્યારેય ન ભૂલવાની વાત કરી છે. તેણે કહ્યું કે, 'જે લોકોએ મારા સૌથી ખરાબ સમયમાં મારો સાથ આપ્યો, તેમનો ઋણી હું હંમેશા રહીશ'. આ ખુલાસાથી ચહલે ફરી એકવાર સાબિત કર્યું છે કે ક્રિકેટના મેદાન પર તે જેટલો મજબૂત છે, તેટલો જ જીવનની લડાઈમાં પણ મિત્રો અને પરિવારના સહારે મજબૂતીથી ઊભા રહ્યો છે.