Tulsi Vivah 2024: 12 કે 13 નવેમ્બરે, ક્યારે છે તુલસી વિવાહ? અહીં જાણો સાચી તારીખ, શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને મહત્વ

Tulsi Vivah 2024: પંચાંગ અનુસાર, કારતક માસના શુક્લ પક્ષની એકાદશી તિથિના દિવસે તુલસી માતા અને શાલિગ્રામ જીના લગ્ન કરવામાં આવે છે. ત્યારે જાણો તુલસી વિવાહની વિધિ અને શુભ મુહૂર્ત.

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Sat 09 Nov 2024 10:28 AM (IST)Updated: Sat 09 Nov 2024 10:29 AM (IST)
tulsi-vivah-2024-date-time-shubh-muhurat-tithi-puja-vidhi-katha-mantra-significance-in-gujarati-425666

Tulsi Vivah 2024 Date, Time, Puja Vidhi, Mantra, Muhurat: હિંદુ ધર્મમાં તુલસીના છોડનું વિશેષ મહત્વ છે, તેને ધનની દેવી દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. સામાન્ય રીતે ઘરોમાં સવાર-સાંજ આ છોડની પૂજા કરવામાં આવે છે, પરંતુ તુલસી વિવાહના દિવસે પૂજા કરવાથી દાંપત્ય જીવનમાં ખુશીઓ આવે છે. પંચાંગ અનુસાર, કારતક માસના શુક્લ પક્ષની એકાદશી તિથિના દિવસે તુલસી માતા અને શાલિગ્રામ જીના લગ્ન કરવામાં આવે છે. જો કે, કેટલાક લોકો દ્વાદશી તિથિ પર તુલસી વિવાહ કરે છે. ત્યારે જાણો તુલસી વિવાહની વિધિ અને શુભ મુહૂર્ત.

તુલસી વિવાહ 2024 તારીખ અને મુહૂર્ત (Tulsi Vivah 2024 Date And Shubh Muhurat)

આ વર્ષે તુલસી વિવાહ 12 નવેમ્બર 2024ના રોજ કરવામાં આવશે. આ દિવસે દેવઉઠી એકાદશી પણ છે. આ દરમિયાન કેટલીક જગ્યાએ 13 નવેમ્બર 2024ના રોજ પણ તુલસી વિવાહ કરવામાં આવશે.

તુલસી વિવાહ એકાદશી તિથિ 2024

પંચાંગ અનુસાર, કારતક મહિનામાં આવતી શુક્લ પક્ષની એકાદશી તિથિ 11 નવેમ્બરના રોજ સાંજે 06:46 કલાકથી શરૂ થઈને 12 નવેમ્બરના રોજ સાંજે 04:04 કલાકે સમાપ્ત થશે.

તુલસી વિવાહ એકાદશી મુહૂર્ત 2024

જ્યોતિષીય ગણતરી મુજબ, એકાદશી તિથિ પર તુલસી વિવાહનો શુભ મુહૂર્ત સાંજે 5:29 થી 7:53 સુધીનો રહેશે.

તુલસી વિવાહ દ્વાદશી તિથિ 2024

કાર્તિક શુક્લ પક્ષની દ્વાદશી તિથિ 12 નવેમ્બરના રોજ સાંજે 4:04 વાગ્યાથી શરૂ થઈને 13 નવેમ્બરના રોજ બપોરે 1:01 વાગ્યે સમાપ્ત થશે.

તુલસી વિવાહ દ્વાદશી મુહૂર્ત 2024

  • લાભ-ઉન્નતિ મુહૂર્ત - સવારે 6:47થી
  • અમૃત સર્વોત્તમ મુહૂર્ત - સવારે 8:06 થી 9:26 સુધી
  • શુભ-ઉત્તમ - સવારે 10:46 થી બપોરે 12:05 સુધી

તુલસી વિવાહ પૂજા વિધિ

  • તુલસી વિવાહ કરાવવા માટે સૌથી પહેલા લાકડાની ચોકી લો.
  • આ પછી તેના પર એક સ્વચ્છ લાલ રંગનું આસન પાથરો.
  • આ પછી તુલસીના વાસણને ગેરૂથી રંગી દો.
  • પછી તેને ચોકીની ઉપર સ્થાપિત કરી દો.
  • ત્યાં જ બીજી ચોકી લો.
  • તેના પર સ્વચ્છ અથવા નવું આસન પાથરો.
  • હવે તેના પર ભગવાન શાલિગ્રામને સ્થાપિત કરો.
  • બંને ચોકીઓને એકબીજાની નજીક રાખો.
  • બંને પર શેરડી વડે મંડપ સજાવો.
  • આ પછી એક સ્વચ્છ કલશમાં પાણી ભરીને તેમાં આંબાના પાંચ-સાત પાન નાખો.
  • તેને પૂજા સ્થાન પર મૂકો.
  • હવે શાલિગ્રામ જી અને માતા તુલસીની સામે દીવો પ્રગટાવો.
  • ત્યારબાદ રોલી અથવા કુમકુમથી બંનેને તિલક કરો.
  • આ દરમિયાન તુલસી માતાને લાલ રંગનો દુપટ્ટો અર્પણ કરો.
  • ધીમે ધીમે બંગડીઓ, બિંદી વગેરેથી સજાવો.
  • આ પછી સાવધાનીથી ચોકી સહિત શાલિગ્રામ જીને હાથમાં લઈને તુલસીની સાત પરિક્રમા કરો.ટ
  • પછી બંનેની આરતી કરો.
  • અંતે, સુખ અને સૌભાગ્યની કામના કરતી વખતે ફૂલોનો છંટકાવ કરો અને દરેકને પ્રસાદ વહેંચો.

આ પણ વાંચો - Tulsi Vivah Quotes in Gujarati: આ મેસેજ શેર કરીને પ્રિયજનોને આપો તુલસી વિવાહની શુભકામનાઓ

તુલસી પૂજા મંત્ર

महाप्रसाद जननी सर्व सौभाग्यवर्धिनी, आधि व्याधि हरा नित्यं तुलसी त्वं नमोस्तुते।।

તુલસી માતા પૂજન મંત્ર

तुलसी श्रीर्महालक्ष्मीर्विद्याविद्या यशस्विनी।
धर्म्या धर्मानना देवी देवीदेवमन: प्रिया।।
लभते सुतरां भक्तिमन्ते विष्णुपदं लभेत्।
तुलसी भूर्महालक्ष्मी: पद्मिनी श्रीर्हरप्रिया।।

તુલસી માતા ધ્યાન મંત્ર

तुलसी श्रीर्महालक्ष्मीर्विद्याविद्या यशस्विनी।
धर्म्या धर्मानना देवी देवीदेवमन: प्रिया।।
लभते सुतरां भक्तिमन्ते विष्णुपदं लभेत्।
तुलसी भूर्महालक्ष्मी: पद्मिनी श्रीर्हरप्रिया।।

તુલસી સ્તુતિ મંત્ર

देवी त्वं निर्मिता पूर्वमर्चितासि मुनीश्वरैः
नमो नमस्ते तुलसी पापं हर हरिप्रिये।।
तुलसी श्रीर्महालक्ष्मीर्विद्याविद्या यशस्विनी।
धर्म्या धर्मानना देवी देवीदेवमन: प्रिया।।
लभते सुतरां भक्तिमन्ते विष्णुपदं लभेत्।
तुलसी भूर्महालक्ष्मी: पद्मिनी श्रीर्हरप्रिया।।

તુલસી નામાષ્ટક મંત્ર

वृंदा वृंदावनी विश्वपूजिता विश्वपावनी।
पुष्पसारा नंदनीय तुलसी कृष्ण जीवनी।।
एतभामांष्टक चैव स्त्रोतं नामर्थं संयुतम।
य: पठेत तां च सम्पूज्य सौश्रमेघ फलंलमेता।।

તુલસી વિવાહ કથા

ભગવાન વિષ્ણુએ વૃંદા સાથે છળ કર્યું હતું. આ કપટ પછી વૃંદાએ પતિના વિયોગમાં ભગવાન વિષ્ણુને શ્રાપ આપ્યો હતો. તેમણે કહ્યું- તમે મારી સાથે છળ કર્યો છે, હવે તમારી પત્નીને પણ કોઈ છળ સાથે અપહરણ કરશે. આટલું જ નહીં, તમને પણ તમારી પત્નીના વિયોહમાં દુઃખ સહન કરવું પડશે. આ શ્રાપ પછી વૃંદા પોતાના પતિ જલંધર સાથે સતી થઈ ગઈ હતી. સતી થયા પછી રાખમાંથી તુલસીના છોડનો જન્મ થયો હતો. પાછળથી ભગવાન વિષ્ણુને તેમના કૃત્ય માટે પસ્તાવો થયો હતો. તેમને લાગ્યું કે, વૃંદાના પતિવ્રતા ધર્મને તોડીને સારું કર્યું નથી. ભગવાન વિષ્ણુએ વૃંદાને આશીર્વાદ આપ્યા કે તે હંમેશા તેમની સાથે તુલસીના રૂપમાં હાજર રહેશે. આટલું જ નહીં દર વર્ષે કારતક શુક્લ એકાદશીના દિવસે શાલિગ્રામના રૂપમાં તુલસી સાથે તેમના વિવાહ પૂર્ણ થશે. આવું કરનારની તેઓ દરેક ઈચ્છા પૂર્ણ કરશે. કહેવાય છે કે ત્યારથી જ લોકો તુલસી વિવાહ કરવા લાગ્યા.