Chandra Grahan 2023 October In India Date, Time, Tithi, Sutak Kaal: આજે શરદપૂનમની રાત છે, સામાન્ય દિવસે આજે ચંદ્રની પૂજા કરવામાં આવે છે અને ચંદ્ર સોળે કળાએ ખીલેલો હોય છે પરંતુ આજે શરદ પૂર્ણિમાની રાતે જ ચંદ્રને ગ્રહણ લાગવાનું છે. વર્ષ 2023નું આ છેલ્લું ચંદ્રગ્રહણ છે. શરદ પૂર્ણિમાની રાતે ખુલ્લા આકાશમાં ખીર રાખીને પછી તેને ખાવાની પરંપરા હોય છે પરંતુ આજે ભૂલથી ખીર તો આકાશમાં ન મૂકવી પણ તમારે પણ ધાબે જવું નહીં. ગ્રહણ સ્પર્શના 9 કલાક પહેલા ગ્રહણ સૂતક પાળવાનું હોય છે. આવો જાણીએ ગ્રહણ વિશેની દરેક માહિતી. આજે રાત્રે 11:31 મિનિટે શરૂ થશે અને તે મોડી રાત્રે 3:56 વાગે પૂરું થશે. ચંદ્ર ગ્રહણનો સ્પર્શકાળ 01:05 વાગે છે.

- અમદાવાદ- રાત્રે 1.06 કલાકેથી 02:22
- રાજકોટ - રાત્રે 01.06 થી 02.24
- દિલ્હી - રાત્રે 01.06 થી 02.24
- નોઇડા - રાત્રે 01.06 થી 02.24
- ગુરુગ્રામ - રાત્રે01.06 થી 02.24
- કાનપુર - રાત્રે01.06 થી 02.24
- લખનૌ - રાત્રે 01.06 થી 02.24
- પટના - રાત્રે 01.06 થી સવારે 02.24
- વિશાખાપટ્ટનમ -રાત્રે 01.06 થી 02.24
આજે શરદ પૂર્ણિમા નિમિત્તે ચંદ્ર ગ્રહણ થવા જઈ રહ્યું છે. સૂતક ગ્રહણથી 9 કલાક અગાઉ સાંજે 4 વાગ્યાથી લાગી ગયું છે. આ સંજોગોમાં મંદિરોના કપાટ બંધ થઈ ગયા છે. ગ્રહણના મોક્ષ ઉપરાંત પૂજા કરવામાં આવશે. આજે રાત્રે 1.05 થી 2.20 વાગ્યા સુધી રહેશે. ગ્રહણનું સૂતક સાંજે 4 વાગ્યાથી લાગી જતા મંદિરોના દ્વાર ગ્રાહણના મોક્ષ બાદ ખુલશે અને અભિષેક પૂજા થશે.
ગુજરાતભરની સોસાયટીમાં શરદપૂર્ણિમાના દિવસે રાસ-ગરબાનું આયોજન કરાયું છે, પરંતુ ચંદ્રગ્રહણના લીધે ઘણી જગ્યાએ નાસ્તા-પાણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો નથી.
વૃષભ રાશિના જાતકો માટે ચંદ્ર ગ્રહણ ખૂબ શુભ સાબિત થવાનું છે. લાંબા સમયથી અટકાયેલું કામ પૂર્ણ થઈ શકે. કાર્યક્ષેત્રે અણબનાવ બની શકે. પ્રેમ સંબંધોમાં સફળતા મળે. વેપારીઓને મોટા સોદા મળી શકે છે. મિથુન રાશિના જાતકો માટે પણ ચંદ્ર ગ્રહણ ખૂબ જ ખાસ રહેવાનું છે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ દૂર થશે. ભવિષ્યની યોજનાઓ સફળ થઇ શકે. લોકો સાથે સંબંધો સુધરશે. વર્ષનું છેલ્લું ચંદ્ર ગ્રહણ કન્યા રાશિ માટે ખૂબ જ શુભ રહેવાનું છે. સુખ-સમૃદ્ધિમાં વૃદ્ધિ થશે. કરિયરમાં સારુ પરિણામ પ્રાપ્ત થશે. લાંબા સમયથી ચાલતા કાયદાકીય પ્રક્રિયામાં સફળતા મળશે.
શરદ પૂર્ણિમાના દિવસે થતા ચંદ્રગ્રહણનો સુતક સમયગાળો પણ માન્ય રહેશે. આવી સ્થિતિમાં ચંદ્રગ્રહણ વખતે ભૂલથી પણ તુલસીના છોડને સ્પર્શ ન કરો. આ સમયગાળા દરમિયાન તુલસીની પૂજા ન કરવી જોઈએ. તુલસીનો ઉપયોગ પાણી કે દીવામાં ન કરવો જોઈએ. ચંદ્રગ્રહણ પહેલા તમામ ખાદ્ય પદાર્થોમાં તુલસીના પાન નાખવા જોઈએ, જેથી ખાવાની વસ્તુઓ સંપૂર્ણ રીતે શુદ્ધ રહે.
ગ્રહણ વેધ એટલે કે સૂતક કાળ 28-10-2023ના રોજ બપોરે 15.13થી(3.13 PM) શરુ થઈ જશે, એટલે કે આ સમય પછી સૂતકના દરેક નિયમ પાળવાના રહેશે.
ચંદ્ર ગ્રહણ 28મી તારીખની રાતે 12 વાગ્યા પછી 29મી તારીખે 1.05AMથી 2.23 સુધી ચાલશે, આમ 1 કલાકને 18 મિનિટ ચંદ્ર ગ્રહણ ચાલશે.
સોમનાથ મંદિર મધ્યાહન આરતી પછી બંધ રહેશે. દ્વારકાધીશ જગત મંદિર 11થી 12 વાગ્યા સુધી બંધ રહેશે. પાવાગઢ મંદિર બપોરે 2.30 વાગ્યા પછી બંધ રહેશે. ડાકોર મંદિર સાંજે 4 વાગ્યાથી બંધ રહેશે. અંબાજી મંદિર બપોરે 3.30 વાગ્યા પછી બંધ રહેશે.
- સુતકનો સમયગાળો ચંદ્રગ્રહણના 9 કલાક પહેલા શરૂ થાય છે. સુતક કાળનો અર્થ થાય છે – એવો સમય જ્યારે પૃથ્વી સંવેદનશીલ રહે છે અને અપ્રિય ઘટનાઓની શક્યતા વધી જાય છે. તેથી સુતકનો સમયગાળો અશુભ માનવામાં આવે છે અને તેના માટે કેટલાક નિયમો પણ જણાવવામાં આવ્યા છે.
- સગર્ભા સ્ત્રીઓએ સુતક અને ગ્રહણ કાળમાં વિશેષ કાળજી લેવી જોઈએ. આ સમયગાળા દરમિયાન, સગર્ભા સ્ત્રીએ ઘરની બહાર ન જવું જોઈએ અને તીક્ષ્ણ વસ્તુઓનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ.
- સુતક કાળમાં રાંધેલું ભોજન ગ્રહણ સમાપ્ત થયા પછી પણ ખાવું જોઈએ અને તેમાં તુલસીની દાળ ઉમેરવી જોઈએ. ગ્રહણ દરમિયાન ખાવું-પીવું વર્જિત માનવામાં આવે છે.
- જો તમારા ઘરમાં તુલસીનો છોડ છે, તો તમારે સૂતક કાળ શરૂ થતાં જ તેને સ્પર્શ કરવાનું ટાળવું જોઈએ અને સૂતક સમયગાળા દરમિયાન પૂજા કે પાણી રેડવું નહીં.
- સુતક દરમિયાન ભગવાનની મૂર્તિને સ્પર્શ કરવાનું ટાળવું જોઈએ. એટલા માટે મંદિરોના દરવાજા બંધ રખાય છે.
ચંદ્ર ગ્રહણ પછી ચંદ્ર સાથે સંકળાયેલી વસ્તુનું દાન કરવું જોઈએ. તેનાથી કુંડળીના ચંદ્રદોષ દૂર થઈ શકે છે. તમે સફેદ વસ્તુઓ જેવી કે ખાંડ, ચોખા, સફેદ મિઠાઈ, દૂધ વગેરેનું દાન કરી શકો છો.
ભારતમાં મધ્યરાત્રિ પછી દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા, બેંગલુરુ, હૈદરાબાદ, પુણે, અમદાવાદ, સુરત, જયપુર, કાનપુર, લખનૌ, નાગપુર, કોઈમ્બતુર, નાસિક, રાયપુર, ભોપાલ, જોધપુર, પ્રયાગરાજ, દેહરાદૂન અને પટનામાં સ્પષ્ટ ચંદ્ર ગ્રહણ દેખાશે.
ચંદ્રગ્રહણ દરમિયાન ગ્રહોની સ્થિતિ ઉત્તમ છે. ચંદ્ર મેષ રાશિમાં રાહુ અને ગુરુની સાથે યુતિ બનાવી રહ્યા છે. સૂર્ય, બુધ, મંગળ કેતુની સાથે રહેશે. તેથી, જે લોકો પર ચંદ્ર અને સૂર્યનો પ્રભાવ છે, તેઓએ ખાસ કાળજી લેવી પડશે. મેષ, વૃષભ, કર્ક, કન્યા, તુલા, વૃશ્ચિક, મકર અને મીન રાશિના લોકો માટે ગ્રહણ થોડું મુશ્કેલ રહેશે. આ સિવાય સિંહ, મિથુન, ધનુ અને કુંભ રાશિના લોકો માટે ગ્રહણ આર્થિક સ્થિતિને મજબૂત કરશે અને લાભ લાવશે.
વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ ભારત સહિત ઓસ્ટ્રેલિયા, યુરોપ, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, એશિયા, હિંદ મહાસાગર, એટલાન્ટિક, દક્ષિણ પેસિફિક મહાસાગર, આર્કટિક અને એન્ટાર્કટિકામાં દેખાશે.
વિજ્ઞાન અનુસાર જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવે છે ત્યારે ચંદ્રગ્રહણ થાય છે. આ એક ખૂબ જ અદ્ભુત ઘટના માનવામાં આવે છે, પરંતુ ધાર્મિક દૃષ્ટિકોણથી ગ્રહણ ખૂબ જ અશુભ છે. કારણ કે તે સમુદ્ર મંથન અને રાહુ-કેતુની વાર્તા સાથે સંબંધિત છે.