અક્ષત પંડ્યા, અમદાવાદ.
Virgo Vikram Samvat 2080 Yearly Horoscope | Kanya Vikram Samvat 2080 Varshik Rashifal | કન્યા રાશિનું વાર્ષિક રાશિફળ વિક્રમ સંવત 2080: કન્યા રાશિના જાતકો માટે આ વર્ષ થોડું સંઘર્ષમય બની રહેશે. વર્ષની શરુઆતમાં કેતુ મહારાજ તમારી રાશિમાં પ્રવેશ્યા છે, જેથી તમને તમારું જોઈતું ફળ મોડું મળશે. ધાર્મિકતામાં વધારો થશે, જ્યોતિષ-ગૂઢ વિદ્યાઓમાં અચાનક રુચિ વધતી જોવા મળશે. આરોગ્ય સાચવવું જરુરી. કોઈ દેવું લીધું હોય તો આ વર્ષે તે ચૂકવી દેશો. આર્થિક પરિસ્થિતિમાં સુધારો થતો જણાશે.
ગ્રહોના ગોચર પર આંશિક નજર
ગુરુ મહારાજનું ફળ
ગુરુ મહારાજ વર્ષની શરુઆતમાં તમારી રાશિથી આઠમા સ્થાને પરિભ્રમણ કરશે. ધર્મક્ષેત્રે તમે ખૂબ ખર્ચો કરશો. રોકાણમાં લાભ મળશે. મકાન-વાહનમાં વધારો થશે.
શનિ મહારાજનું ફળ
શનિ મહારાજ તમારી રાશિથી છઠ્ઠા સ્થાનમાં ગોચર કરશે. આ વર્ષ દરમિયાન શત્રુઓ તમારો વાળ વાંકો નહીં કરી શકે. શનિદેવ કોઈ રોગ આપી શકે છે, સ્વાસ્થ્ય જાળવવું. કોર્ટ-કચેરીના મામલાઓ સરળતાથી જીતી શકશો.
રાહુ મહારાજનું ફળ
રાહુ મહારાજ તમારી રાશિથી સાતમા સ્થાને ગોચર કરશે. પ્રેમજીવન ખાસ કરીને સંભાળવુ, ધંધામાં પાર્ટનર સાથે ઝઘડા થશે બની શકે પાર્ટનરશિપ તોડવી પડે. જીવનસાથીની દરેક વાત માનવી નહીંતો લગ્નજીવન ખતરામાં આવશે.
વ્યવસાય ક્ષેત્ર
વ્યાવસાયિક ક્ષેત્રે આ વર્ષ ખૂબ પ્રગતિ મળશે. વર્ષની શરુઆતમાં શુક્ર પ્રથમ સ્થાનમાં હોવાથી ધંધા પાછળ ખૂબ ખર્ચ કરશો. વિદેશની તકો પણ રહેલી છે. જૂન 2024 સુધી સાચવવુ પછીનો સમય ખૂબ શુભ છે.
આરોગ્ય
અગાઉ જણાવ્યું તે અનુસાર આરોગ્ય ક્ષેત્રે આ વર્ષે સાચવવું. તમારી રાશિથી છઠ્ઠા સ્થાને શનિ મહારાજનું પરિભ્રમણ સ્વાસ્થ્ય ખરાબ કરશે. સિઝનલ બિમારીઓ થશે. સ્વાસ્થ્ય બાબતે ખર્ચો થશે.
લગ્ન-લગ્નજીવન:
આ વર્ષ તમારું લગ્નજીવન શુભ રહેવાનું છે. ઓક્ટોબર મહિના પછી થોડા મતમતાંતર ઉભા થશે પણ તમે બુદ્ધિ ચાતુર્યથી તેમાંથી બહાર આવશો. તમારા પ્રેમ સંબંધિત બધા જ પ્રશ્નો આ વર્ષે ઉકેલાઈ જશે. તમે એક નવા જીવનનો અનુભવ કરશો.
અભ્યાસ:
અભ્યાસક્ષેત્રે નવું વર્ષ થોડું સંઘર્ષમય રહેશે. નવા મિત્રો પર વિશ્વાસ ન રાખવો. અભ્યાસ દરમિયાન સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.
(આ ફળકથન તમારી ચંદ્ર રાશિ પરથી કરવામાં આવ્યું છે, તમારી અંગત કુંડળી પ્રમાણે આ ફળકથનમાં ફેરફાર થઈ શકે છે)
Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ/શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતું નથી.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.