અક્ષત પંડ્યા, અમદાવાદ.
Varshik Rashifal 2024, Yearly Horoscope 2024, Rashi Bhavishya 2024, વાર્ષિક રાશિફળ 2024, વાર્ષિક રાશિ ભવિષ્ય 2024: 2023નું વર્ષ આપણી વચ્ચેથી વિદાય લઈ ચૂક્યું છે. નવું વર્ષ 2024 આજથી શરુ થાય છે. આવનારા નવા વર્ષને લઈને લોકોના મનમાં વિવિધ પ્રકારના પ્રશ્નો, જિજ્ઞાસા, ઉત્સાહ અને નવી આશાઓ જન્મે છે. લોકોના મનમાં આવનારું નવું વર્ષ આપણા સમગ્ર જીવન માટે કેવું રહેશે? નવું વર્ષ આર્થિક રીતે મજબૂત રહેશે કે નહીં? જીવનમાં કઈ સિદ્ધિઓ પ્રાપ્ત થશે? તમારું સ્વાસ્થ્ય કેવું રહેશે લવ લાઈફની દ્રષ્ટિએ આવનારું વર્ષ કેવું રહેશે? આ બધા પ્રશ્નોના જવાબ આપવા માટે, જ્યોતિષશાસ્ત્રના વિદ્વાનો ઘણા પાસાઓ પર આગાહીઓ કરે છે. ચાલો આપણે જ્યોતિષાચાર્ય અક્ષત પંડ્યા પાસેથી જાણીએ કે આ નવું શરું થતું ઈ.સ 2024 કેવું રહેશે.
મેષ રાશિ વાર્ષિક રાશિફળ 2024
આ વર્ષે મેષ રાશિથી બારમા સ્થાનમાં રાહુ મહારાજ, તમારી રાશિમાં ગુરુ મહારાજ અને તમારી રાશિથી અગિયારમાં સ્થાનમાં શનિ મહારાજ ઉપસ્થિત રહેશે. જે ખૂબ સારા યોગ ગણી શકાય. બારમા સ્થાનમાં રાહુ હોવાથી થોડી ચિંતાઓ રહેશે અને પૈસા પણ ખૂબ વપરાશે. મે 2024 પછીનો સમય તમારા માટે શુભ રહેવાનો છે. મેષ રાશિ વાર્ષિક રાશિફળ વધું વાંચવા અહીં ક્લિક કરો.
વૃષભ રાશિ વાર્ષિક રાશિફળ 2024
વૃષભ રાશિના જાતકો માટે 2024નું વર્ષ ખૂબ જ રાહત લઈને આવી રહ્યું છે. 2023થી તમે જે સહન કરી રહ્યા હતા તેનું પરિણામ તમને 2024માં જોવા મળશે. એક બોજ માથા પરથી ઉતરી ગયો હોય તેનો તમને અનુભવ થશે. મે 2024 પછી ગુરુ મહારાજ તમારી રાશિમાં આવવાના છે, જેથી આ પછીનો સમય તમારા માટે શુભ ગણી શકાય. વૃષભ રાશિ વાર્ષિક રાશિફળ 2024 વિસ્તૃતમાં વાંચવા અહીં ક્લિક કરો.
મિથુન રાશિ વાર્ષિક રાશિફળ 2024
મિથુન રાશિના જાતકો માટે 2024નું નવું વર્ષ ખૂબ જ શુભ પરિણામ લઈને આવશે. આ વર્ષે ગ્રહોની સ્થિતિ તમારી રાશિથી ખૂબ જ શુભ છે, જેથી કરિયર-આર્થિક ક્ષેત્ર, આરોગ્ય તમામ ક્ષેત્રે તમને લાભ થવાનો છે. મિથુન રાશિ વાર્ષિક રાશિફળ 2024 વિસ્તૃતમાં વાંચવા અહીં ક્લિક કરો.
કર્ક રાશિ વાર્ષિક રાશિફળ 2024
કર્ક રાશિના જાતકો માટે નવુ વર્ષ 2024 શુભ રહેવાનું છે. શનિદેવની નાની પનોતી ચાલતી હોવાથી દરેક બાબતમાં થોડો સંઘર્ષ તો જોવા મળશે પણ સાથે-સાથે અમુક ગ્રહોની શુભ સ્થિતિ હોવાથી શુભ પરિણામ પ્રાપ્ત થઈ શકે છે. આ વર્ષે સ્વાસ્થ્ય સંભાળવુ જરુરી બનશે અને કાર્યક્ષેત્રે પણ કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો થાય તેવા યોગ બની રહ્યા છે. કર્ક રાશિ વાર્ષિક રાશિફળ 2024 વિસ્તૃતમાં વાંચવા અહીં ક્લિક કરો.
સિંહ રાશિ વાર્ષિક રાશિફળ 2024
સિંહ રાશિના જાતકોને 2024નું વર્ષ મિશ્ર રહેવાનું છે. કરિયર ક્ષેત્રે તમારે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવા પડી શકે છે. વર્ષની શરુઆત તમે ઈચ્છો તેવી ન પણ હોય પરંતુ વર્ષનો અંતિમ ભાગ સિંહ રાશિના જાતકો માટે સારો રહેવાનો છે. આ વર્ષ દરમિયાન આરોગ્યનું ખાસ ધ્યાન રાખવું જરુરી બની રહેશે. રાહુ આઠમે હોવાથી વર્ષની શરુઆત થોડી સંઘર્ષમય બની રહેશે. સિંહ રાશિ વાર્ષિક રાશિફળ 2024 વિસ્તૃતમાં વાંચવા અહીં ક્લિક કરો.
કન્યા રાશિ વાર્ષિક રાશિફળ 2024
કન્યા રાશિના જાતકો માટે વર્ષ મધ્યમ રહેવાનું છે. વર્ષની શરુઆત તમે ધારો એવી નહીં થાય. નવી જવાબદારીઓ આ વર્ષે તમારા ખભે આવશે અને તમે વધુ પરિપક્વ બનશો. ધાર્મિકતામાં વધારો થઈ શકશે. કોઈને પૈસા ઉધાર ન આપવા. કન્યા રાશિ વાર્ષિક રાશિફળ 2024 વિસ્તૃતમાં વાંચવા અહીં ક્લિક કરો.
તુલા રાશિ વાર્ષિક રાશિફળ 2024
વર્ષ 2024 તુલા રાશિ માટે સંતુલન લઈને આવ્યું છે, રાશિચક્ર જે જીવનમાં સંતુલન જાળવી રાખે છે. વર્ષ તમારા માટે ઘણી સકારાત્મક બાબતો સાથે શરૂ થશે. આર્થિક લાભ ઘણો થશે. ઘરમાં સારું વાતાવરણ રહેશે અને તમને તમારા પરિવારના સભ્યોનો સહયોગ મળશે. તુલા રાશિ વાર્ષિક રાશિફળ 2024 વિસ્તૃતમાં વાંચવા અહીં ક્લિક કરો.
વૃશ્ચિક રાશિ વાર્ષિક રાશિફળ 2024
વર્ષની શરૂઆત તમારા માટે ખૂબ જ સારી રહેશે. નોકરીમાં ઉન્નતિ મળશે. વિદેશ યાત્રામાં સફળતાના યોગો બની રહ્યા છે. શત્રુઓ પર વિજય અને નાણાકીય લાભનો અર્થ એ છે કે વર્ષ 2024ની શરૂઆત તમારા માટે દરેક ઈચ્છે તે પ્રમાણે થશે. ગુરુ એપ્રિલ સુધી છઠ્ઠા ભાવમાં રહેશે. આ સમય દરમિયાન તમે તમારા વિરોધીઓ પર વિજય મેળવશો. વૃશ્ચિક રાશિ વાર્ષિક રાશિફળ 2024 વિસ્તૃતમાં વાંચવા અહીં ક્લિક કરો.
ધનુ રાશિ વાર્ષિક રાશિફળ 2024
અગ્નિ તત્વની રાશિ ધનુ રાશિ માટે 2024નું વર્ષ ઘણી બાબતોમાં ખૂબ જ શુભ રહેવાનું છે. ધનુ રાશિફળ 2024 મુજબ શરૂઆતના મહિનામાં તમને ખૂબ જ સારા પરિણામ જોવા મળશે. ધનુ રાશિ વાર્ષિક રાશિફળ 2024 વિસ્તૃતમાં વાંચવા અહીં ક્લિક કરો.
મકર રાશિ વાર્ષિક રાશિફળ 2024
મકર રાશિ માટે શનિની સાડાસાતીનું અંતિમ ચરણ ચાલી રહ્યું છે, પરંતુ ગ્રહોની સ્થિતિ અનુસાર આ વર્ષ તમારા માટે શુભ વર્ષ બની શકે છે. કરિયર-લગ્નજીવન બાબતે તમને શુભ પરિણામ પ્રાપ્ત થઈ શકે છે. મકર રાશિ વાર્ષિક રાશિફળ 2024 વિસ્તૃતમાં વાંચવા અહીં ક્લિક કરો.
કુંભ રાશિ વાર્ષિક રાશિફળ 2024
આ વર્ષ કુંભ રાશિ માટે મિશ્રિત પરિણામ આપશે. શનિની સાડાસાતીના બીજા તબક્કાના કારણે વર્ષ દરમિયાન કેટલાક સંઘર્ષોનો સામનો પણ કરવો પડી શકે છે. તમારા વિચારોમાં ગંભીરતા હશે, મજાક-મસ્તીથી દૂર રહેશો અને લોકો તમારું સંપૂર્ણ સન્માન કરશે. કુંભ રાશિ વાર્ષિક રાશિફળ 2024 વિસ્તૃતમાં વાંચવા અહીં ક્લિક કરો.
મીન રાશિ વાર્ષિક રાશિફળ 2024
મીન રાશિના જાતકોને હાલ શનિની સાડાસાતી ચાલી રહી છે. તેથી, તમારે વધુ સારા પરિણામો મેળવવા માટે ખૂબ જ સખત મહેનત કરવી પડશે. ઘણી વખત તમને લાગશે કે નસીબ તમારી બાજુમાં નથી, પરંતુ સાડાસાતીમાં, ધીરજ અને પરિશ્રમ તમારા સાચા મિત્રો છે. તમારે આ સમજવું પડશે. મીન રાશિ વાર્ષિક રાશિફળ 2024 વિસ્તૃતમાં વાંચવા અહીં ક્લિક કરો.
Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ/શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતું નથી.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
વાંચો 2024નું સંપૂર્ણ વાર્ષિક રાશિફળ
